+

વરસાદથી પ્રભાવિત મેચમાં ટીમ ઈન્ડિયાએ વિન્ડિઝના સૂપડાં સાફ કરી દીધા, 119 રને હરાવ્યું

બુધવારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ODI સિરીઝની અંતિમ મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદથી પ્રભાવિત આ મેચમાં ભારતે 36 ઓવરમાં 225 રન બનાવ્યા હતા. DLS નિયમ હેઠળ વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 35 ઓવરમાં 257 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે આ મેચ 119 રને જીતીને શ્રેણી 3-0થી જીતી લીધી હતી.ટીમ ઈનà
બુધવારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ODI સિરીઝની અંતિમ મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદથી પ્રભાવિત આ મેચમાં ભારતે 36 ઓવરમાં 225 રન બનાવ્યા હતા. DLS નિયમ હેઠળ વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 35 ઓવરમાં 257 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે આ મેચ 119 રને જીતીને શ્રેણી 3-0થી જીતી લીધી હતી.
ટીમ ઈન્ડિયા તરફથી શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી હતી. જોકે, તે વરસાદના કારણે બે રનથી કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદીથી વંચિત રહી ગયો હતો. આ દરમિયાન તેણે અણનમ 98 રન બનાવ્યા હતા. શુભમન ગિલની ધમાકેદાર બેટિંગ બાદ બોલરોના શાનદાર પ્રદર્શનથી ભારતે અહીં વરસાદગ્રસ્ત ત્રીજી અને અંતિમ વનડેમાં ડકવર્થ-લુઈસ સિસ્ટમ (DLS) હેઠળ વેસ્ટ ઈન્ડિઝને 119 રનથી હરાવી શ્રેણી 3-0થી ક્લીન સ્વીપ કરી લીધી છે. શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ વખત તેના ઘરે ત્રણ મેચની વનડે શ્રેણી જીતવામાં સફળ રહી. કેરેબિયન ટીમ સામે ભારતીય ટીમની આ સતત 12મી સિરીઝ જીત હતી. 

ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતી ભારતીય ટીમે મજબૂત શરૂઆત કરી હતી. ઓપનર શિખર ધવન અને શુભમન ગીલે પ્રથમ વિકેટ માટે 113 રન જોડ્યા હતા. આ ભાગીદારી 23મી ઓવરમાં ધવનના આઉટ થયા બાદ તૂટી ગઈ હતી. તે 23મી ઓવરમાં 74 બોલમાં 7 ચોક્કાની મદદથી 58 રન બનાવીને હાઈડેલ વોલ્શનો શિકાર બન્યો હતો. અહીંથી ગિલે શ્રેયસ અય્યર સાથે ઇનિંગની આગેવાની લીધી હતી પરંતુ 24 ઓવર પછી વરસાદને કારણે રમત રોકવી પડી હતી. જ્યારે મેચ ફરી શરૂ થઈ ત્યારે ઓવરોને 40-40 કરી દેવામાં આવી હતી. આ મેચમાં ગિલના શાનદાર પ્રદર્શનને જોતા તેને મેન ઓફ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. 

 

ભારત હવે એક જ ટીમ સામે સતત દ્વિપક્ષીય વનડે શ્રેણીમાં સૌથી વધુ જીત મેળવનાર દેશ બની ગયો છે. આ મામલામાં તેણે પાકિસ્તાનના ઝિમ્બાબ્વે સામે સતત 11 વનડે સિરીઝ જીતનો રેકોર્ડ તોડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે તેની છેલ્લી પાંચ દ્વિપક્ષીય વનડે શ્રેણીમાંથી ચાર 0-3થી ગુમાવી છે. આ દરમિયાન ભારતે બે વખત જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશે એક-એક વખત સુપડા સાફ કર્યા હતા. આપને જણાવી દઇએ કે, ત્રીજી મેચ વરસાદથી પૂરી રીતે પ્રભાવિત થઈ હતી, જેના કારણે ઓવર ઓછી કરવામાં આવી હતી. ભારતે 36 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 225 રન બનાવ્યા હતા. 
વળી, ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ, વેસ્ટ ઈન્ડિઝને 35 ઓવરમાં 257 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે, વેસ્ટ ઈન્ડિઝની ટીમ 26 ઓવરમાં માત્ર 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે ચાર વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરે બે-બે જ્યારે અક્ષર પટેલ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક-એક વિકેટ લીધી હતી. લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝે નિરાશાજનક શરૂઆત કરી હતી. તેણે કોઈ રન ઉમેર્યા વગર બે વિકેટ ગુમાવી દીધી હતી. મોહમ્મદ સિરાજે બીજી ઓવરના પહેલા બોલ પર કાયલ મેયર્સ (0) અને ત્રીજા બોલ પર શમરાહ બ્રૂક્સ (0)ને એલબીડબ્લ્યૂ (LBW) આઉટ કર્યા હતા. 

આ પછી શાઈ હોપ (33 બોલમાં 22 રન) અને બ્રેન્ડન કિંગ (37 બોલમાં 42) વચ્ચે બીજી વિકેટ માટે 47 રનની ભાગીદારી થઈ હતી. હોપને 10મી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે સ્ટમ્પ આઉટ કર્યો હતો. કિંગને 14મી ઓવરમાં અક્ષર પટેલે બોલ્ડ કર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝની પાંચમી વિકેટ કિસી કાર્ટી (17 બોલમાં 5)ના રૂપમાં પડી, જેને 19મી ઓવરમાં શાર્દુલ ઠાકુરે બોલ્ડ કર્યો હતો. પ્રસિદ્ધ કૃષ્ણાએ 22મી ઓવરમાં ચુસ્ત બેટિંગ કરી રહેલા કેપ્ટન નિકોલસ પૂરનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. 
119ના કુલ સ્કોર પર તેની વિકેટ પડી. પૂરને 32 બોલમાં 5 ચોક્કા અને 1 છક્કાની મદદથી 42 રન બનાવ્યા હતા. કેપ્ટન આઉટ થવાની સાથે જ વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગ ધરાસાઇ થવા લાગી હતી અને તેણે 18 રન ઉમેરીને છેલ્લી ચાર વિકેટ ગુમાવી દીધી. અકીલ હુસૈન (1), કીમો પોલ (0), હેડન વોલ્શ (10) અને જેડન સીલ્સ (0) ટકી શક્યા ન હોતા. અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડર 12 બોલમાં 9 રન બનાવીને અણનમ રહ્યો હતો. 
Whatsapp share
facebook twitter