+

Cyclone Biporjoy ને લઈને TAT ની મુખ્ય પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર, જાણો નવી તારીખ

બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે શિક્ષક અભિયોગ્યતા કસોટીની પ્રિલિમ્સનું પરિણામ જાહેર થયા બાદ મુખ્ય પરીક્ષા 18મી તારીખે યાજાનાર હતી જે હવે 25 તારીખે યોજવાનો નિર્ણય…

બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે શિક્ષક અભિયોગ્યતા કસોટીની પ્રિલિમ્સનું પરિણામ જાહેર થયા બાદ મુખ્ય પરીક્ષા 18મી તારીખે યાજાનાર હતી જે હવે 25 તારીખે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નવી તારીખની જાહેરાત

બિપરજોય વાવાઝોડાને પગલે મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષક અભિયોગ્યતા કસોટીની પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ આવ્યું હતુ અને તેની મુખ્ય પરીક્ષા આગામી 18મીના રોજ યોજાનાર હતી. રાજ્યના શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને મુખ્ય પરીક્ષાની નવી તારીખની માહિતી આપી છે.

શિક્ષણ મંત્રીનું ટ્વીટ

શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દ્વારા એક ટ્વિટ કરીને આપી હતી. શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે શિક્ષક અભિયોગ્યતા કસોટીની મુખ્ય પરીક્ષા તા.18/06/2023ના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી, હવે મુખ્ય પરીક્ષા તા.25/06/2023ના રોજ યોજવાનો નિર્ણય જાહેર હિતને ધ્યાનમાં રાખી લેવામાં આવે છે.

4 જુને લેવાઈ હતી પરીક્ષા

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 04 જૂન 2023ના રોજ લેવાયેલી TATની પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતું. આ પરિણામ જાહેર થયા બાદ આગામી 4 દિવસ બાદ જ મુખ્ય પરીક્ષા યોજાનાર હતી. જો કે બિપરજોય વાવાઝોડા સ્થિતિને ધ્યાનમાં લઈને હવે આ મુખ્ય પરીક્ષા આગામી 18મી તારીખની જગ્યાએ 25મી તારીખના રોજ યોજાશે.

આ પણ વાંચો : CYCLONE BIPARJOY : વાવાઝોડાની અસર રાજકોટમાં જોવા મળી, VIDEO વાયરલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter