Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Tarbha Dham : મહોત્સવ વચ્ચે અદભૂત પરચો! શુકનમાં શિરોમણી દેવચકલીના દર્શન Gujarat First ના કેમેરામાં કેદ

09:58 PM Feb 21, 2024 | Vipul Sen

દેવાધિદેવ મહાદેવ જ્યાં સ્વયં બિરાજમાન છે એવી પવિત્ર તપોભૂમિ વાળીનાથ ધામ, તરભ (Tarbha Valinath Dham) ખાતે સુવર્ણ કળશ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. આવતીકાલે વાળીનાથ મંદિરમાં અંદાજે 400 કિલો વજન ધરાવતા શિવાલયની સ્થાપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) હસ્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવશે. ત્યારે આજે વાળીનાથ ધામ ખાતે અદભૂત પરચો જોવા મળ્યો છે. શુકનમાં શિરોમણી દેવચકલીના દર્શન થયા છે.

શુકનમાં શિરોમણી દેવચકલીના દર્શન થયા

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) હસ્તે વાળીનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક દિવસ પહેલા મંદિરના શિખર પર ધ્વજ દંડ લગાવવામાં આવ્યો. મંદિરના શિખર પર લગાવવામાં આવેલો આ વિશેષ ધ્વજ દંડ વાળીનાથ ધામ માટે બનાવવામાં આવ્યો છે. ધ્વજદંડ બાદ આજે સુવર્ણ શિખરને પણ ક્રેઇનના મદદથી નૂતન મંદિર પર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, એક અદભૂત પરચો ત્યાં હાજર ભક્તોને જોવા મળ્યો હતો અને સાથે જ ગુજરાત ફર્સ્ટના (Gujarat First) કેમેરામાં પણ કેદ થયો હતો. આ ઐતિહાસિક મહોત્સવ દરમિયાન આજે જ્યારે સુવર્ણ શિખર લગાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે શુકનમાં શિરોમણી દેવચકલીના દર્શન થયા છે. આ અદભૂત નજારો ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયો હતો. જણાવી દઈએ કે, આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ધ્વજા રોહણ કરાશે.

કાસ્વા ગોગા મહારાજ ધામના ભુવાજી રાજાભાઈ પણ ધામ પહોચ્યા

તરભ વાળીનાથ ધામ (Tarbha Valinath Dham) ખાતે સુવર્ણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે છઠ્ઠો દિવસ છે. ત્યારે આજે પણ મોટી સંખ્યામાં સંતો અને રબારી સમાજના આગેવાનનો દર્શન અર્થે ધામ પહોંચ્યા હતા. કાસ્વા ગોગા મહારાજ ધામના ભુવાજી રાજાભાઈ (Bhuwaji Rajabhai) પણ ધામ પહોચ્યા હતા. દરમિયાન, તેમણે જણાવ્યું હતું કે, આ મંદિરનું સ્વપ્ન એટલે બળદેવગિરિબાપુનું સ્વપ્ન પૂરું થયું છે. રબારી સમાજની આ ગુરુગાદી છે, ત્યારે આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે તે ગર્વની વાત છે.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા ધામ પહોંચ્યા

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા (Congress leader Arjun Modhwadia) પણ વાળીનાથ ધામ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠામાં હું દર્શન માટે આવ્યો છું. મંદિરમાં ભગવાનનો વાસ હોય છે એટલે તમામ મંદિરો એક સમાન લાગે છે. તેમણે કહ્યું કે, રબારી સમાજની ગુરૂગાદી અને ઉત્તર ગુજરાતના લોકોનું આ આસ્થાનું કેન્દ્ર છે. આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તેથી આજે હું અહીં દર્શન માટે આવ્યો છું.

મંદિરના દરેક સ્તંભની વૈદિક મત્રોચ્ચાર સાથે પૂજા કરાઇ

જણાવી દઈએ કે, વાળીનાથ નવીન મંદિરમાં (Tarbha Valinath Dham) નાગર શૈલીમાં અને બંસી પહાડના લાલ પથ્થરમાંથી આહલાદક કોતરણી સૌ કોઈના મન મોહી લે તેવું દિવ્યમાન થઈ રહ્યું છે. આજે મંદિરના દરેક સ્તંભની વૈદિક મત્રોચ્ચાર સાથે પૂજા કરાઇ હતી. એવું કહેવાય છે જ્યાં કણ કણમાં ભગવાન વાસ છે એવા આ પવિત્ર ધારા પર પાવનકારી શિવાલયનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. આજે દરેક સ્તંભની પૂજા યજમાનની હાજરીમાં કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્તંભમાં પ્રાણ પુરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો –Tarbha Valinath Dham : PM મોદીને સોનાની પાઘડી પહેરાવીને કરાશે વિશેષ સન્માન, 5 લાખ લોકો રહેશે હાજર