Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Taral Bhatt : ભાગીદાર દીપ શાહની પૂછપરછમાં મોટા ખુલાસા! નકલી ડોક્યુમેન્ટ મામલે નોંધાઈ શકે છે વધુ એક ગુનો

10:17 AM Mar 01, 2024 | Vipul Sen

જુનાગઢ તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. તોડબાજ તરલ ભટ્ટને (Taral Bhatt) 600 એકાઉન્ટ્સની માહિતી આપનાર દીપ શાહની (Deep Shah) ધરપકડ બાદ મહત્ત્વના ખુલાસાઓ થયાં છે. તરલ ભટ્ટ, દીપ અને બુકીઓ સાથે વોટસએપ કોલના માધ્યમથી સંપર્કમાં રહેતા હતા. તરલ ભટ્ટ સામે વધુ 3 વ્યક્તિનાં 164 મુજબ નિવેદનો લેવાયાં છે. ATS ની ટીમે તમામ નિવેદનોનાં આધારે આગળની તપાસ ચાલુ કરી છે.

જૂનાગઢ (Junagadh) મહા તોડકાંડના ચર્ચાસ્પદ કેસમાં બે દિવસ પહેલા વધુ એક શખ્સ દીપ શાહની (Deep Shah) ધરપકડ કરવામાં આવી હતી. એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (Anti Terrorism Squad) એ દીપ શાહને મુંબઈથી ઝડપી પાડ્યો હતો. માહિતી મુજબ, દીપ શાહ મુંબઈ એરપોર્ટથી (Mumbai Airport) થાઇલેન્ડ જતો હતો ત્યારે ઇમિગ્રેશન વિભાગે પકડીને ATS ને સોંપ્યો હતો. દીપ શાહની પૂછપરછ દરમિયાન મહત્ત્વના ખુલાસાઓ થયા છે. દીપ શાહે તરલ ભટ્ટને 600 ખાતાની માહિતી આપી હતી. દુબઈથી (Dubai) બુકીઓ પાસેથી આવેલા રૂપિયા નામ બદલીને દીપ શાહ લેતો હતો અને પછી તરલ ભટ્ટને આપતો હતો. દીપ શાહે હવાલાના માધ્યમથી લીધેલા રૂપિયાની વિગતો ED ને સોંપાશે.

આરોપી દીપ શાહ

નકલી ડોક્યુમેન્ટ બનાવવા અંગે વધુ એક ગુનો નોંધાશે

તપાસમાં જાણવા મળ્યું કે, તરલ ભટ્ટ (Taral Bhatt) વોન્ટેડ હતા ત્યારે જે હોટલોમાં રોકાયા હતા ત્યાં પણ ડમી ડોક્યુમેન્ટ્સ આપ્યાં હતાં. તરલ ભટ્ટને આ ડમી ડોક્યુમેન્ટ્સ પણ દીપ શાહે જ આપ્યા હતા. તરલ ભટ્ટ, દીપ અને બુકીઓ સાથે વોટસએપ કોલનાં માધ્યમથી સંપર્કમાં રહેતા હતા. ત્યારે હવે તરલ ભટ્ટ અને દીપ શાહ સામે નકલી ડોક્યુમેન્ટ બનાવવા અંગે વધુ એક ગુનો નોંધાઈ શકે છે. ઉપરાંત, તરલ ભટ્ટ સામે વધુ 3 વ્યક્તિનાં 164 મુજબ નિવેદનો લેવાયાં છે અને ATSની ટીમે તમામ નિવેદનોના આધારે તપાસ ચાલુ કરી છે.

 

આ પણ વાંચો – Ambaji : પવિત્ર યાત્રાધામ જતાં VIP રોડ પર ખુલ્લેઆમ દેશી દારૂનું ધૂમ વેચાણ, પોલીસની કામગીરી સામે આરોપ