Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Mehsana: વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન, જાણો સંપૂર્ણ વિગત…

05:04 PM Feb 11, 2024 | VIMAL PRAJAPATI

Mehsana: મહેસાણાના તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. તરભ વાળીનાથ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ સાથે અહીં અતિ રુદ્ર મહાયજ્ઞ માટે વિશાળ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન આ યજ્ઞશાળામાં અતિ રુદ્ર મહાયજ્ઞ કરવામાં આવશે. યજ્ઞ શાળા વિશે વાત કરીએ તો યોગ્ય શાળાની સન્મુખ અઢી લાખ રુદ્રાક્ષથીનું શિવલિંગ નિર્માણ કરવામાં આવ્યું છે. યજ્ઞ શાળા માટે 14,000 વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યજ્ઞશાળા શાસ્ત્ર મુજબ પિરામિડ આકારની બનાવવામાં આવી છે. યજ્ઞશાળા બનાવવામાં સાડા ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે. યજ્ઞ શાળા બનાવવા માટે યુપીના કાનપુરના 40 જેટલા કારીગરોએ અથાગ મહેનત કરી છે.

પ્રધાનમંત્રીના હસ્તે થશે પ્રાણ પ્રતિષ્ઠા

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. નોંધનીય છે કે, તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીના હસ્તે આ પ્રાણ પ્રતિષ્ઠા યોજાની છે, જેને લઈને અત્યારે તાડમાર તૈયારીઓ ચાલી રહી છે.

મળતી વિગતો પ્રમાણે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે 5 લાખથી વધારે લોકો ઉમટી પડશે. આ કાર્યક્રમ દરમિયાન 40 હજાર સ્વયંસેવકો ખડેપગે સેવામાં હાજર રહેવાના છે. આ સાથે અહીં અલગ અલગ કાર્યક્રમો માટે વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે. ઉલ્લેખની છે કે, આ મંદિર 1,45,000 ઘન ફૂટમાં પથ્થરથી બનાવવામાં આવ્યું છે. સોમનાથ મંદિર બાદ આ મંદિર હાઈટની દ્રષ્ટિએ બીજા નંબરે આવે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: PM મોદીનું સ્વામી દયાનંદ સરસ્વતીની 200 મી જન્મજયંતિ પર વિશેષ સંબોધન…