Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી લોન્ચ, ટી20 વર્લ્ડકપમાં આ જર્સી પહેરીને રમશે ખેલાડીઓ

07:45 PM Apr 16, 2023 | Vipul Pandya

ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમની જર્સી લોન્ચ કરવામાં આવી છે. ભારતીય ટીમ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં પાકિસ્તાન સામેની મેચથી T20 વર્લ્ડ કપમાં આ નવી જર્સી સાથે ટીમ ઈન્ડિયા જોવા મળશે. BCCIએ ટીમ ઈન્ડીયાની નવી જર્સી બહાર પાડી છે જે પહેરીને ખેલાડીઓ ટી20 વર્લ્ડ કપ રમશે. ભારતીય ક્રિકેટ ટીમની ઓફિશિયલ કિટ પાર્ટનર MPL સ્પોર્ટ્સ દ્વારા રવિવારના રોજ મુંબઇમાં જર્સી લોન્ચ કરવામાં આવી હતી.
ગત વખતે ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જર્સી સંપૂર્ણપણે નેવી બ્લુ કલરની હતી. પરંતુ આ વખતે જર્સીનો રંગ આસમાની વાદળી છે. આ સાથે તેના ખભા ડાર્ક બ્લુ કલરના છે. ખાસ વાત એ છે કે T20માં ભારતીય મહિલા ટીમની જર્સીનો રંગ પણ એવો જ રહેશે. BCCIએ નવી જર્સી વિશે ટ્વીટ કર્યું, ‘આ દરેક ક્રિકેટ ફેન્સ માટે છે, આ તમારા માટે છે. નવી T20 જર્સી રજૂ કરી રહ્યાં છીએ – વન બ્લુ જર્સી.
ઉલ્લેખનીય છે કે, આગામી 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયાની ધરતી પર T20 વર્લ્ડ કપ 2022નું આયોજન કરવામાં આવી રહ્યું છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટ માટે પહેલેથી જ તૈયારી કરી રહી છે. ભારતીય ટીમ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં પાકિસ્તાન સામેની મેચથી પોતાની શરૂઆત કરશે. પ્રથમ વખત વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની નવી T20 જર્સી સામે આવી છે.