Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

T20 WC 2024 : ટીમ ઈન્ડિયામાં Yuvraj Singh ની થઇ શકે છે એન્ટ્રી

08:38 AM Jan 14, 2024 | Hardik Shah

T20 WC 2024 : ટીમ ઈન્ડિયા T20 World Cup 2024 પહેલા અફઘાનિસ્તાન વિરુદ્ધ T20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝથી ટીમ વર્લ્ડ કપ રમવા કેટલી તૈયારી છે તેનો અંદાજો આવી જશે. જોકે, T20 WC 2024 ની પૂરજોશમાં ટીમ ઈન્ડિયા (Team India) તૈયારીઓ કરી રહી છે. ક્રિકેટની સૌથી મોટી ICC ટૂર્નામેન્ટ વર્લ્ડ કપ આ વર્ષે જૂન મહિનામાં શરૂ થવા જઈ રહ્યો છે. વર્લ્ડ કપની પ્રથમ મેચ 1 જૂને રમાશે. આ સિવાય આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 29 જૂને રમાશે. જોકે, T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. અનુભવી ભારતીય ખેલાડી યુવરાજ સિંહ (Yuvraj Singh) ને ટીમમાં મોટી જવાબદારી મળી શકે છે.

T20 વર્લ્ડ કપ 2024ની તૈયારીમાં વ્યસ્ત ટીમ ઈન્ડિયા

ભારતમાં વનડે વર્લ્ડ કપ ગત વર્ષે જ યોજાયો હતો જેમા ટીમ ઈન્ડિયા (Team India) ફાઈનલ પહેલા તમામ મેચ જીતવામાં સફળ રહી હતી. પણ નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ હરાવીને ભારતને ICC ના વધુ એક ટાઈટલથી દૂર કરી દીધા હતા. જોકે, આ વર્ષે એકવાર ફરી ટીમ ઈન્ડિયા પાસે આવી જ એક તક છે. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024 (T20 World Cup 2024) ની તૈયારીમાં વ્યસ્ત છે. આ માટે રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) ને લગભગ 14 મહિના બાદ T20 ફોર્મેટમાં વાપસી કરવામાં આવી છે. ભારત છેલ્લા 11 વર્ષથી ICC નું એકપણ ટાઇટલ જીતી શક્યું નથી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને 2007 અને 2011 વર્લ્ડ કપ જીતાડનાર યુવરાજ સિંહે (Yuvraj Singh) સંકેત આપ્યા છે કે તે ટીમ ઈન્ડિયામાં મેન્ટર તરીકે જોડાઈ શકે છે.

છેલ્લા 11 વર્ષથી ટીમ ઈન્ડિયાએ એકપણ ICC ટ્રોફી જીતી નથી

યુવરાજ સિંહ (Yuvraj Singh) ભારતના દિગ્ગજ ખેલાડીઓમાંથી એક છે. ભારતીય ટીમ છેલ્લા 11 વર્ષથી એકપણ ICC ટ્રોફી જીતી શકી નથી. ભારતે છેલ્લે 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) જીતી હતી. આ પછી ભારત ઘણી વખત ફાઈનલ કે સેમીફાઈનલમાં પહોંચ્યું છે, પરંતુ એક પણ વખત ટ્રોફી જીતી શક્યું નથી. આવી સ્થિતિમાં ભારતીય ટીમે દબાણમાં રમવાની આદત કેળવવી જોઈએ. ભારતના અનુભવી ખેલાડી અને 2-2 વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી યુવરાજ સિંહ (Yuvraj Singh) આ જવાબદારી નિભાવી શકે છે.

યુવરાજ સિંહે શું કહ્યું?

યુવરાજ સિંહે પોતે કહ્યું છે કે ભારતીય ટીમના ખેલાડીઓ ઘણા સારા છે, પરંતુ તેઓ દબાણ સહન કરી શકતા નથી. ભારતના માત્ર એક-બે ખેલાડીઓ દબાણ સહન કરશે તો કંઈ થશે નહીં, ભારતીય ટીમ ત્યારે જ જીતશે જ્યારે તમામ ખેલાડીઓ દબાણમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવતા હશે. તેણે વધુમાં કહ્યું કે, હું મારા અનુભવ ભારતના યુવા ખેલાડીઓને આપવા માંગુ છું. જ્યારે મારા બાળકો મોટા થશે, ત્યારે હું ક્રિકેટને પાછો સમય આપવા માંગુ છું અને ખેલાડીઓને દબાણમાં રમવાનું શીખવીશ. આનાથી સ્પષ્ટ થાય છે કે યુવરાજ સિંહ પોતે ભવિષ્યમાં ભારતીય ટીમ સાથે કામ કરવા માંગે છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે યુવરાજ સિંહને T20 વર્લ્ડ કપમાં મેન્ટર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવે અથવા તેને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે.

આ પણ વાંચો – IND vs ENG : ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીને રોહિત આપી શકે છે ડેબ્યૂની તક

આ પણ વાંચો – IPL 2024 : શું મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાંથી Rohit Sharma ની કરવામાં આવી છે બાદબાકી ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ