Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સ્પાઈ બલૂન બાદ અલાસ્કામાં દેખોયું નવું ફ્લાઈંગ ઓબ્જેક્ટ, અમેરીકન ફાયટર જેટે આકાશમાં મંડરાતા જાસૂસને ધ્વંસ્ત કર્યો

09:29 AM Apr 17, 2023 | Vipul Pandya

ચીનના (China) જાસૂસ બલૂનનો (Spy Balloon) નાશ કર્યા બાદ અમેરિકા (America) અને ચીન (China) વચ્ચેનો તણાવ હજુ શાંત પડ્યો નથી ત્યાં અલાસ્કાના (Alaska) એરસ્પેસમાં વધુ એક શંકાસ્પદ વસ્તુ ઉડતી જોવા મળી હતી. જોકે તેને અમેરિકન ફાઈટર જેટ (American Fighter Jet) દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હતું. વ્હાઇટ હાઉસે (The White House) શુક્રવારે કનફર્મ કર્યું.
અલાસ્કાના એર સ્પેસમાં શંકાસ્પદ ઓબ્જેક્ટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વ્હાઇટ હાઉસના નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (NSC)ના પ્રવક્તા જોન કિર્બીએ (John Kirby) કહ્યું કે સંરક્ષણ વિભાગે છેલ્લા 24 કલાકમાં અલાસ્કાના એરસ્પેસમાં એક શંકાસ્પદ વસ્તુને ઠાર કરી છે. રક્ષા વિભાગ અલાસ્કાના એરસ્પેસમાં વધારે ઊંચાઈએ એક શંકાસ્પદ વસ્તુ પર નજર રાખી રહ્યું હતું. અમેરિકન ઉત્તરી કમાન્ડને આપવામાં આવેલી સૂચનાઓ પછી ફાઇટર જેટે તેને  ધ્વંસ્ત કર્યું હતું.

આ શંકાસ્પદ વસ્તુની માલિકી કોની તે અસ્પષ્ટ
જ્હોન કિર્બીએ કહ્યું કે, આ શંકાસ્પદ વસ્તુ 40 હજાર ફૂટની ઉંચાઈ પર ઉડી રહી હતી, જે એરસ્પેસ છે અને સુરક્ષા માટે ખતરો હતું. જે બાદ રાષ્ટ્રપતિ જો બિડેને સેનાને શંકાસ્પદ વસ્તુનો નાશ કરવાનો આદેશ આપ્યો. જો કે, તેમણે આ શંકાસ્પદ વસ્તુ વિશે વધુ માહિતી આપી ન હતી. તેણે કહ્યું કે, અત્યારે તેને શંકાસ્પદ વસ્તુ કહેવું યોગ્ય છે અને તેનો માલિક કોણ છે તે અમને હજુ સુધી ખબર નથી. NSC પ્રવક્તા કિર્બીએ જણાવ્યું હતું કે, શંકાસ્પદ વસ્તુ અલાસ્કાના ઉત્તરીય ભાગમાં આર્ક્ટિક મહાસાગરમાં પડી હતી, જે USની હદમાં આવે છે.
  • ઉલ્લેખનીય છે કે, ગયા શનિવારે અમેરિકાએ એક ‘ચીની જાસૂસી બલૂન’ તોડી પાડ્યું હતું. ચીનનો બલૂન દક્ષિણ કેરોલિનાના દરિયાકાંઠે પડતા પહેલા આઠ દિવસ સુધી US એરસ્પેસમાં ઉડતું હતું.
શુક્રવારે રાત્રે 1 વાગ્યે તોડી પાડ્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિર્બીએ જણાવ્યું હતું કે, ચાઈનીઝ બલૂન પોતાની જાતને ચલાવવામાં, ધીમો પાડવા અને વેગ આપવા સક્ષમ છે. આ પાછળ એક હેતુ હતો. તેનો ભંગાર ક્ષેત્ર બલૂનની સરખામણીમાં ઘણું નાનું છે. અમે કાટમાળ શોધી કાઢીશું. આ સાથે તેમણે કહ્યું કે આ નવી વસ્તુનો મામલો ચીન સુધી નહીં પહોંચે. આ ફ્લાઈંગ ઓબ્જેક્ટને ભારતીય સમય અનુસાર શુક્રવારે રાત્રે લગભગ 1 વાગ્યા આસપાસ તોડી પડાયું હતું.

નાની કારના આકારનો ઓબ્જેક્ટ હતો
આ ઉડતો ઓબ્જેક્ટ આશરે એક નાની કારના આકારનો હતો. તેની માલિકી કોની છે. પછી તે રાજ્ય હોય કે કોર્પોરેટ સંબંધિત, અમે સંપૂર્ણ હેતુ સમજી શકતા નથી. પેન્ટાગોનના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ પેટ રાયડરે જણાવ્યું હતું કે, F-22 ફાઇટરએ ઑબ્જેક્ટને તોડી પાડવા માટે AIM-9X મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. આ એ જ ફાઈટર જેટ હતું જેનો ઉપયોગ ચીની જાસૂસી બલૂનને મારવા માટે કરવામાં આવ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.