Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કિશન ભરવાડ કેસમાં સાયબર ટેરરિઝમ હોવાની આશંકા, થઈ રહ્યા છે નવા નવા ખુલાસા

06:20 PM May 13, 2023 | Vipul Pandya

ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ ઘટનામાં અત્યારસુધીમાં સંડોવાયેલા કુલ 8 આરોપીઓની ધરપકડ થઈ છે. ઘટના બાદ તપાસ ATSને સોંપવામાં આવી હોઈ કુલ 8 આરોપીઓની તપાસમાં સનસનીખેજ ખુલાસાઓ થયા છે. માત્ર ATS જ નહીં, અન્ય કેન્દ્રીય એજન્સીઓ પણ આ મામલે તપાસ માટે ATSનો સંપર્ક કરી રહી હોવાનું સામે આવ્યું છે. 
ATSના ACP બી.એચ.ચાવડાએ  તપાસની વિગતો આપતા જણાવ્યું કે, ગત 25 તારીખે ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં શબ્બીર, ઈમ્તિયાઝ અને અમદાવાદના મૌલાના આયુબની ધરપકડ કર્યા બાદ તપાસ ATSને સોંપવામાં આવી હતી. જેમાં અત્યારસુધીમાં કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
શું છે આરોપીઓનો રોલ ?
8 આરોપીઓના રોલ અંગે જો વાત કરીએ તો કિસન અને ભૌમિક ભરવાડ બાઇક પર જતા હતા ત્યારે શબ્બીરે ગોળી મારી હત્યા કરી હતી. જેની સાથે ઝડપાયેલ આરોપી ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો. આ ઉપરાંત જમાલપુરના મૌલાના આયુબની ધરપકડ થઈ તેમાં તેણે શબ્બીરને હથિયાર પૂરું પાડ્યું હોવાનું સામે આવ્યુ હતું. ત્યાર બાદ અન્ય 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પૈકી એક દિલ્હીનો મૌલાના કમરગની છે. કમરગનીએ સંગઠન ટી.એફ.આઈનું લખનઉથી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તે દેશભરમાં સંગઠન દ્વારા સભ્યો બનાવી દરરોજનું રૂ.1નું દાન મેળવે છે. ટી.એફ.આઈના 2 બેન્ક એકાઉન્ટ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. બેન્ક એકાઉન્ટમાં નાણાકીય વ્યવહારો અંગે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. બેન્ક એકાઉન્ટમાં થયેલા નાણાંકીય વ્યવહારોની તપાસ કેન્દ્રીય એજન્સીઓ પણ કરી રહી છે.

કયા આરોપીઓની ક્યાં થઇ  મુલાકાત ?
કમરગની અને શબ્બીરની મુલાકાત અમદાવાદની શાહઆલમ ખાતેની મોટી મસ્જિદમાં થઈ હતી. ટી.એફ.આઈ સંગઠનમાં કમરગનીની બેવડી નીતિ સામે આવી રહી છે. સમાજ પર ટીકા ટિપ્પણી કરનાર લોકો પર કાયદાકીય પ્રક્રિયા પણ કરાવતો અને જેહાદી ષડયંત્ર હેઠળ યુવાનોને હત્યા કરવા જેવા ગુનાઓ આચરવા માટે પ્રેરતો હતો. અન્ય આરોપીઓમાં પોરબંદરના હુસેન ખત્રીએ શબ્બીરને રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. ઉપરાંત ધંધુકાના મતીન મદાનનો શબ્બીરે સંપર્ક કર્યો હતો, જેણે રહેવાની અને સંતાવાની, જમવાની અને રૂ.8 હજારની વ્યવસ્થા કરી આપી હતી તેની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત રમીઝ સેતા અને અઝીમ સેતાની ધરપકડ રાજકોટથી કરાઈ, જે પોસ્ટલના મૂળમાં હતા.
અમદાવાદમાં મૌલાના આયુબના ઘરમાંથી જજબાઈ શાદત નામનું પુસ્તક કબ્જે કર્યું છે. જેમાં ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારની ગુસ્તાકી માફ નહીં કરવાનું લખાણ લખાયાનું તપાસમાં ખૂલ્યું છે. આ મામલે પકડાયેલા વધુ 3 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવેલી સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાશે.