Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શ્રીલંકા વિરુદ્ધ મેચ ન રમીને પણ Suryakumar Yadav ને મળી ગયો Award, જાણો કેવી રીતે

08:00 PM Sep 13, 2023 | Hardik Shah

ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર બેટ્સમેન Suryakumar Yadav T20Iમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન છે. જોકે, વનડેમાં તેનો રેકોર્ડ એટલો સારો રહ્યો નથી. અને તેથી જ તેને હજુ સુધી વર્તમાન એશિયા કપમાં રમવાની તક મળી નથી. એક પણ મેચ રમવા ન મળી હોવા છતા સૂર્યકુમાર યાદવે એક એવોર્ડ પોતાના નામે કર્યો હતો, જેનાથી સૌ કોઇ ચોંકી ગયા હતા.

મેચ રમ્યા વિના સૂર્યાએ મેળવ્યો એવોર્ડ

એશિયા કપ સુપર ફોરની ચોથી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે 12 સપ્ટેમ્બરે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. જણાવી દઈએ કે આ લો સ્કોરિંગ મેચમાં શાનદાર બોલિંગના કારણે રોહિત એન્ડ કંપનીએ શ્રીલંકાને 41 રને હરાવીને ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ આ મેચમાં જ્યારે શ્રીલંકા ભારતે આપેલા 214 રનનો પીછો કરી રહી હતી ત્યારે અવેજી ફિલ્ડર તરીકે મેદાનમાં ઉતરેલા સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે એવું શાનદાર પ્રદર્શન કર્યું કે એશિયન ક્રિકેટ કાઉન્સિલે તેને 2,48,551 રૂપિયાનું ઈનામ પણ આપ્યું. થયું એવું કે સૂર્યા અવેજી તરીકે આવ્યો અને શ્રીલંકા સામેની સુપર ફોરની મેચમાં ટીમ ઈન્ડિયા માટે મેદાનમાં ઉતર્યો. અને આ સમયગાળા દરમિયાન તેણે કુસલ મેન્ડિસ અને મહિષ તિક્ષણાના શાનદાર કેચ લીધા હતા. સૌ પ્રથમ સૂર્યાએ લગભગ સાતમી ઓવરે કુસલને આઉટ કર્યો. જેના પછી ભારત માટે જીતવું સરળ બની ગયું હતું.

મેચ કેવી રહી ?

મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 213 રન પર જ સિમિત રહી હતી. આ પછી ભારતીય ટીમે શ્રીલંકાને 172 રન પર રોકી દીધું. રોહિત શર્માએ 53 રનની જોરદાર ઇનિંગ રમી હતી અને તે ભારત માટે સર્વશ્રેષ્ઠ સ્કોરર રહ્યો હતો. જ્યારે ભારત તરફથી કુલદીપ યાદવે ચાર વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો – ICC એ જાહેર કરી ODI Rankings, ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓને થયો ફાયદો

આ પણ વાંચો – Asia Cup 2023 : કેપ્ટન Rohit Sharma એ રચ્યો ઈતિહાસ, ODI માં બનાવ્યા 10 હજાર રન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.