+

સૂર્યકુમાર યાદવે તોડ્યો મોહમ્મદ રિઝવાનનો આ ખાસ રેકોર્ડ, મેદાનમાં કર્યો ચોક્કા-છક્કાનો વરસાદ

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) પહેલા ટીમ ઈન્ડિયા (Team India) દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચની T20I શ્રેણી રમી રહી છે. જેની પ્રથમ મેચ ગઇ કાલે એટલે કે, બુધવારે ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ (Greenfield International Stadium), તિરુવનંતપુરમમાં રમાઇ હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવ (Surykumar Yadav) અને કે.એલ.રાહુલ (K L Rahul) એ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું અને ટીમને આસાન જીત અપાવી હતી.  સૂર્યકુમાર અને રાહુલના દમ પર ટીમ ઈન્ડિયાએ મેળવી જà«
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) પહેલા ટીમ ઈન્ડિયા (Team India) દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચની T20I શ્રેણી રમી રહી છે. જેની પ્રથમ મેચ ગઇ કાલે એટલે કે, બુધવારે ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ (Greenfield International Stadium), તિરુવનંતપુરમમાં રમાઇ હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવ (Surykumar Yadav) અને કે.એલ.રાહુલ (K L Rahul) એ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું અને ટીમને આસાન જીત અપાવી હતી. 

સૂર્યકુમાર અને રાહુલના દમ પર ટીમ ઈન્ડિયાએ મેળવી જીત
ભારતીય ક્રિકેટ ટીમના નવા સ્ટાર અને T20I મા વિશ્વના બીજા નંબરના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Surykumar Yadav) સતત ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યા છે. તેણે બુધવારે મુશ્કેલ પરિસ્થિતિઓમાં દક્ષિણ આફ્રિકા (South Africa) સામે ફરી એકવાર પોતાની પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. 107 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે 17 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મજબૂત ખેલાડીઓ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. 

સૂર્યકુમાર યાદવ અને કે એલ રાહુલની શાનદાર બેટિંગના દમ પર ભારતે ત્રણ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું હતું. 107 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 16.4 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. સૂર્યકુમાર યાદવે 33 બોલમાં 50 રનની તોફાની ઇનિંગ રમી હતી. જે દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 151 હતો. જ્યારે કેએલ રાહુલના બેટમાંથી પણ 51 રન આવ્યા હતા.
વિશ્વનો બીજા નંબરનો T20 બેટ્સમેન
સૂર્યા બુધવારે બાબર આઝમને પાછળ છોડીને વિશ્વનો બીજા નંબરનો T20 બેટ્સમેન બન્યો. હવે તે માત્ર મોહમ્મદ રિઝવાનની પાછળ છે. સૂર્યકુમારના હવે 801 રેટિંગ પોઈન્ટ છે. અગાઉ, સૂર્યકુમારે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20I મા 25 બોલમાં 46 રન બનાવીને બાબરને પાછળ છોડી દીધો હતો, પરંતુ બાબરે ઇંગ્લેન્ડ સામેની બીજી T20I મા શાનદાર સદી ફટકારીને ફરીથી તેના કરતા આગળ નીકળી ગયો હતો. હવે સૂર્યાએ લાંબી છલાંગ લગાવીને બાબરને પાછળ છોડી દીધો છે.
આ બેટ્સમેનોનો રેકોર્ડ તોડ્યો
2022 મા આ મેચ પહેલા સૂર્યકુમારના 682 રન હતા. તેને ધવનથી આગળ જવા માટે માત્ર આઠ રનની જરૂર હતી. ધવને 2018 મા સૌથી ટૂંકા ફોર્મેટમાં 689 રન બનાવ્યા હતા. એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ રિઝવાન 1,326 રન સાથે ટોપ પર છે. રિઝવાને ગયા વર્ષે આ રેકોર્ડ બનાવ્યો હતો. આ વર્ષે પણ તે સારી બેટિંગ કરી રહ્યો છે અને તેણે 650થી વધુ રન બનાવ્યા છે. આ યાદીમાં બાબર આઝમ 939 રન સાથે, નેધરલેન્ડનો મેક્સ ઓડોડ 702 રન, આયર્લેન્ડનો કેવિન ઓ’બ્રાયન 729 રન અને પોલ સ્ટર્લિંગ 748 રન સાથે આ યાદીમાં અન્ય બેટ્સમેન છે. સૂર્યાએ ધવન, મેક્સ ઓડોડ અને કેવિન ઓ’બ્રાયનને પાછળ છોડી દીધા છે. સૂર્યા 2022 મા T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
બેક ટૂ બેક સિક્સર ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ મેચમાં ભારતીય ટીમનો 8 વિકેટે વિજય થયો છે. આ જીતનો હીરો ટીમનો મજબૂત બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હતો. સૂર્યા ફરી એકવાર ટીમની જીતનું મુખ્ય કારણ બન્યો છે. વિરાટ-રોહિત જેવા તોફાની અને દિગ્ગજ બેટ્સમેન ફ્લોપ થયા બાદ તેણે ટીમને જીત તરફ દોરી હતી. તેની ઇનિંગ દરમિયાન ચાહકોને ઘણી સિક્સરો જોવા મળી. આ સાથે જ આ મેચમાં તેણે બેક ટૂ બેક સિક્સર ફટકારીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 

T20I ના ઇતિહાસમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર
ટીમ ઈન્ડિયાના બેટ્સમેન સૂર્યકુમાર યાદવે દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા આ બેટ્સમેને માત્ર 33 બોલમાં 50 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગ દરમિયાન 5 ફોર અને 3 સિક્સ જોવા મળી હતી. આ સિક્સરની મદદથી સૂર્યાએ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. મહત્વનું છે કે, સૂર્યકુમાર યાદવ હવે T20 ઇન્ટરનેશનલ ઇતિહાસમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારી છે. તેણે વર્ષ 2021માં મોહમ્મદ રિઝવાન દ્વારા 45 છક્કા સાથે 42 છક્કાનો રેકોર્ડ તોડ્યો છે.
Whatsapp share
facebook twitter