Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સૂર્યાનો વધ્યો તેજ, પાકિસ્તાનના બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી બન્યો નંબર વન

04:54 PM Apr 23, 2023 | Vipul Pandya

ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) T20 ક્રિકેટમાં સતત ચમકી રહ્યો છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની T20 રેન્કિંગ (T20 Ranking)માં તે ટોચ પર પહોંચી ગયો છે. સૂર્યકુમાર 890 રેટિંગ પોઈન્ટ સાથે T20 ક્રિકેટનો નંબર-1 બેટ્સમેન બની ગયો છે. બીજી તરફ પાકિસ્તાનનો બેટ્સમેન (વિકેટકીપર) મોહમ્મદ રિઝવાન 836 રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. 
સૂર્યકુમાર યાદવે પોતાનો નંબર વનનો તાજ જાળવી રાખ્યો
ICCએ બુધવારે T20 ક્રિકેટની નવી રેન્કિંગ (New Ranking) જાહેર કરી છે. આ સાથે જ બેટ્સમેનોની આ રેન્કિંગમાં ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પોતાનો નંબર વનનો તાજ જાળવી રાખ્યો છે. T20 વર્લ્ડ કપ 2022માં શાનદાર પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવે ન્યૂઝીલેન્ડ સામે પણ રન બનાવવાનું ચાલુ રાખ્યું અને 2 મેચમાં સદી સહિત 124 રન બનાવ્યા. આ પ્રદર્શનના કારણે સૂર્યકુમાર યાદવે T20 બેટ્સમેનની રેન્કિંગમાં 895 પોઈન્ટ્સ મેળવ્યા છે. જણાવી દઈએ કે, કોઈપણ ભારતીય ખેલાડી દ્વારા મેળવેલો આ બીજો સર્વશ્રેષ્ઠ પોઈન્ટ છે. સૌથી વધુ પોઈન્ટ મેળવવાના મામલે વિરાટ કોહલીનું નામ ટોપ પર છે, જેણે 897 પોઈન્ટ બનાવ્યા અને તે નંબર વન બેટ્સમેન પણ બન્યો. બીજી તરફ મોહમ્મદ રિઝવાનનું નામ 836 પોઈન્ટ સાથે રેન્કિંગમાં નોંધાયેલું છે. ડેવોન કોનવે 788 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે અને બાબર આઝમ 778 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે.

T20માં સૂર્યકુમારનું ધમાકેદાર પ્રદર્શન
સૂર્યકુમાર યાદવ આ દિવસોમાં T20માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં તેના બેટ દ્વારા તેણે સારો દેખાવ કર્યો હતો. તેણે વર્લ્ડ કપમાં 239 રન બનાવ્યા હતા. આ દરમિયાન તે માત્ર એક જ વાર આઉટ થયો હતો. આ સિવાય ન્યૂઝીલેન્ડ સામેની તાજેતરની T20 સિરીઝમાં પણ તેના બેટથી રન થયા હતા. તેણે આ સિરીઝમાં 124 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ સામે માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાયેલી બીજી T20માં તેણે 111 રનની તોફાની ઇનિંગ રમી હતી. ત્યારબાદ તેના રેટિંગ પોઈન્ટ વધીને 895 થઈ ગયા હતા. પરંતુ આ પછી તે ત્રીજી અને અંતિમ મેચમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. જેના કારણે 5 પોઈન્ટનું નુકસાન પણ થયું હતું.
ક્રિકેટના લાંબા ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવને મળી શકે છે તક
ટીમ ઈન્ડિયા આવતા મહિને બાંગ્લાદેશ સામે ટૂર્નામેન્ટ રમવાની છે. તે પહેલા જો ટીમ મેનેજમેન્ટને જાડેજા જેવો સ્પિનર ​​ઓલરાઉન્ડર જોઈતો હોય તો વિકલ્પ ભારત A નો બોલર સૌરભ કુમાર હશે. એવી અટકળો પણ છે કે નવી પસંદગી સમિતિ અથવા ભારતીય ટીમ મેનેજમેન્ટ (જો ત્યાં સુધીમાં નવી સમિતિની રચના ન થાય તો) સૂર્યકુમાર યાદવના શાનદાર ફોર્મને રમતના લાંબા ફોર્મેટમાં ચકાસવા માંગશે. ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશમાં બે ટેસ્ટ અને ત્રણ વનડે રમવાની છે અને રોહિત શર્માની આગેવાની હેઠળની મજબૂત ટીમ પડોશી દેશનો પ્રવાસ કરવા માટે તૈયાર છે. ભારત 14 થી 18 ડિસેમ્બર સુધી ચટગાંવમાં બે ટેસ્ટ અને 22 થી 26 ડિસેમ્બર સુધી મીરપુરમાં રમશે, ત્યારબાદ આવતા મહિનાના પ્રથમ સપ્તાહમાં ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. UAEમાં એશિયા કપ બાદ જાડેજાએ ઘૂંટણની સર્જરી કરાવી હતી અને તેને અનિશ્ચિત સમય માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.