+

સૂર્યાનું વધ્યું તેજ, પાકિસ્તાનના બાબર આઝમને પછાડી રેન્કિંગમાં મેળવ્યું આ સ્થાન

ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) એ મંગળવારે (20 સપ્ટેમ્બર) ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તોફાની ઇનિંગ રમી હતી. સૂર્યકુમારે 25 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે બે ચોક્કા અને ચાર છક્કા ફટકાર્યા હતા. ઈનિંગની 14મી ઓવરમાં સૂર્યકુમાર કેમેરોન ગ્રીન (Cameron Green) ની બોલ પર વિકેટકીપર મેથ્યુ વેડ (Matthew Wade) ના હાથે કેચ આઉટ થયો હતો અને પોતાની અડધી સદી પૂરી કરી શક્યો નહતો. જોકà«
ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) એ મંગળવારે (20 સપ્ટેમ્બર) ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તોફાની ઇનિંગ રમી હતી. સૂર્યકુમારે 25 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે બે ચોક્કા અને ચાર છક્કા ફટકાર્યા હતા. ઈનિંગની 14મી ઓવરમાં સૂર્યકુમાર કેમેરોન ગ્રીન (Cameron Green) ની બોલ પર વિકેટકીપર મેથ્યુ વેડ (Matthew Wade) ના હાથે કેચ આઉટ થયો હતો અને પોતાની અડધી સદી પૂરી કરી શક્યો નહતો. જોકે, આ મેચમાં તાબડતોડ બેટિંગ કરવાનો સૂર્યકુમાર યાદવને ફાયદો થયો હતો. 
ICC Men’s T20I Batting Rankings મા ફાયદો
મંગળવારે ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝની પ્રથમ મેચ રમાઇ હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) એ શાનદાર બેટિંગ કરી હતી જેનો તેને ICC Men’s T20I Batting Rankings મા ફાયદો થયો છે. મહત્વનું છે કે, ICC દ્વારા નવી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ વખતે ફરી T20 રેન્કિંગમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયા (Team India) ના સ્ટાર બેટ્સમેન સૂર્ય કુમાર યાદવને આ T20 રેન્કિંગમાં જબરદસ્ત ફાયદો મળ્યો છે. 

મોહમ્મદ રિઝવાન હજુ પણ નંબર વન
વળી, પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (Babar Azam) ને ફરીથી નુકસાન થયું છે, તેનું કારણ તેનું ફોર્મ છે. બાબર આઝમ છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. જોકે, T20 ઈન્ટરનેશનલમાં બેટ્સમેનોની રેન્કિંગમાં પાકિસ્તાનના ઓપનર મોહમ્મદ રિઝવાન હજુ પણ નંબર વન પર છે. જ્યારે સૂર્યકુમાર યાદવ આ રેન્કિંગમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે. 
સૂર્યાથી બે ખેલાડીઓ છે આગળ
ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી T20 રેન્કિંગમાં પાકિસ્તાનનો વિકેટ કીપર અને ઓપનર મોહમ્મદ રિઝવાન (Mohamad Rizwan) 825 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન પર યથાવત છે. બાબર આઝમ (Babar Azam) ને હરાવીને તે નંબર વન બન્યો અને તેને જાળવી પણ રહ્યો છે. રેન્કિંગમાં આગળ એડન માર્કરામ છે, જેના 792 રેટિંગ પોઈન્ટ છે. સૂર્ય કુમાર યાદવ અગાઉના રેન્કિંગમાં ચોથા સ્થાને હતો, પરંતુ હવે તે ત્રીજા નંબર પર આવી ગયો છે. તેના 780 રેટિંગ પોઈન્ટ છે. આ પહેલીવાર છે જ્યારે સૂર્ય કુમાર યાદવે બાબર આઝમને પાછળ છોડી દીધો છે. 
પહેલા પણ બાબરને પછાડવાની મળી હતી તક
આ પહેલા પણ સૂર્ય કુમાર યાદવને આ તક મળી હતી, પરંતુ તે સમયે તે બાબર આઝમને પછાડી શક્યો ન હતો, પરંતુ હવે તેણે બાબર આઝમને ઘણો પાછળ છોડી દીધો છે. બાબર આઝમ હવે T20 રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે, તેના 771 રેટિંગ પોઈન્ટ છે. આ સાથે જ એક સમયે T20માં નંબર વન બેટ્સમેન રહેલા ઈંગ્લેન્ડના ડેવિડ મલાન પાંચમા સ્થાને પહોંચી ગયો છે. તેના હવે 725 રેટિંગ પોઈન્ટ છે.

હાર્દિક પંડ્યાને પણ થયો ફાયદો

ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓને રેન્કિંગમાં ઘણો ફાયદો થયો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને પણ તેના શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો છે. તે હવે ઓલરાઉન્ડરની રેન્કિંગમાં પાંચમા નંબરે પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં હાર્દિકે તોફાની બેટિંગ કરી હતી અને અંત સુધી બેટિંગ કરતા ટીમને 200 ઉપરના સ્કોર સુધી પહોંચાડી હતી. ટીમ ઈન્ડિયાની બેટિંગ પૂર્ણ થઇ ત્યારે તેને સ્ટેડિયમના લોકોએ ઉભા થઇને ઇજ્જત આપી હતી.

વળી, હાર્દિક પંડ્યા બેટ્સમેનોની રેન્કિંગમાં ઘણો આગળ નીકળી ગયો છે. તેણે 23 સ્થાનની છલાંગ લગાવી છે. આ સાથે જ કેએલ રાહુલને ઓસ્ટ્રેલિયા સામેની અડધી સદીનો ફાયદો મળ્યો છે. તેણે બેટ્સમેનોની રેન્કિંગમાં પાંચ સ્થાનની છલાંગ લગાવી છે.
ભુવનેશ્વરને લાગ્યો આંચકો
બોલિંગની વાત કરીએ તો સતત પ્રદર્શનના આધારે જોશ હેઝલવુડ 785 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન પર યથાવત છે. તબરેઝ શમ્સી બીજા નંબરે છે અને તે પછી આદિલ રાશિદ અને રાશિદ ખાનનો નંબર આવે છે, એડમ ઝમ્પાનું નામ પણ ટોપ ફાઈવમાં છે. આ દર્શાવે છે કે અહીં સ્પિનરો પાસે કેટલી શક્તિ છે. ટોપ ટેનમાં ભારતનો એકમાત્ર બોલર ભુવનેશ્વર કુમાર છે, જેણે બે સ્થાન ગુમાવ્યું છે અને તેના 673 રેટિંગ પોઈન્ટ છે. તે નવમા સ્થાને પહોંચી ગયો છે.
Whatsapp share
facebook twitter