Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભરૂચ જિલ્લામાં સ્પા કોમર્શિયલ બિલ્ડીંગમાં ચાલતા દેહના વેપાર ઉપર સપાટા

03:48 PM Oct 19, 2023 | Maitri makwana

અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ

ભરૂચ જિલ્લામાં સ્પાની આડમાં દેહના વેપાર ચાલતા હોવાની અનેક વર બૂમો વચ્ચે પોલીસે વિવિધ સ્પા અને હોટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 8 કેસ દેહના વેપાર ચાલતા હોવાના નોંધાયા હતા. જ્યારે જાહેરનામાં ભંગના 5 મળી 13 ગુનાઓ દાખલ કરી 24 આરોપીઓની ધડપકડ કરી પોલીસે કાર્યવાહી કરી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સ્પા સેન્ટરો ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં કેટલાય સ્પાની આડમાં દેના વેપાર ચાલતા હોવાના વિસ્ફોટ થયા હતા જેના પગલે પોલીસે કાર્યવાહી કરી હતી જેમાં અંકલેશ્વરના અક્ષર કુંજ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ડિઝાયર ફેમિલી સ્પા, અંકલેશ્વરના સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં સ્પા હબ, આ જ શોપિંગ સેન્ટરમાં આવેલ પીપી સ્પા, હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાં તથા અંકલેશ્વર જીઆઇડીસી કાપોદ્રા પાટીયા પાસે ઓરેન્જ હોટલની બાજુમાં એસ.પી સ્પા, ગોલ્ડન સ્ક્વેર કોમ્પ્લેક્સ અંકલેશ્વર ઓરેન્જ સ્પા, એરિસ્ટો પ્લાઝા કોમ્પ્લેક્સમાં ફિટનેસ ડીલક્ષ સ્પા અને મસાજ પાર્લર તથા આ જ કોમ્પ્લેક્સના વેલકમ સ્પામાંથી દેહનો વેપાર ઝડપાઈ જતા ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ મુજબ કુલ 8 કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર પંથકમાં વિવિધ સ્પામા રેડ દરમિયાન સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગ બદલ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં સ્પામા કામ કરતા કર્મીઓના નામો સહિતની માહિતી પોલીસ સમક્ષ રજૂ ન કરી હોય તેવા નીરવ પ્લાઝા સંકુલ કોમ્પ્લેક્સમાં કવિતા સ્પા, સિગ્નેચર ગેલેરીયા ના કોમ્પ્લેક્સના રોઝ સ્પા, અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે આવેલા કુબેર પ્લાઝાના ચોકલેટ સ્પા લખેલ દુકાનમાં તથા અંકલેશ્વરના ઓમકાર ટુ કોમ્પ્લેક્સના બિગ બોસ સ્પા તથા તુલસી સ્ક્વેરના બીજા માળે આવ્યો છે. જેમાં ક્વીન ફેબ ફેમીલી થાઈ સ્પાના સંચાલકો સામે જાહેરનામા ભંગ બદલ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.

જોકે ભરૂચ જિલ્લામાં પણ સ્પા સંચાલકોને ત્યાં રેડ પાડવામાં આવી હતી પરંતુ કઈ હાથે ન લાગ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. ત્યારે શું ભરૂચમાં સ્પાની આડમાં માત્ર મસાજ પાર્લર જ ચાલે છે. તેવા સવાલો ઊભા થયા છે કારણ કે ભૂતકાળમાં ભરૂચમાં સ્પાની આડમાં દેહના વેપાર ચાલતા હોવાના વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યા હતા.

આ પણ વાંચો – ભારતના AIATFના ચેરમેનનું મોટુ નિવેદન, ભારત આતંકવાદથી મુક્ત બન્યું તેનું ગૌરવ PM મોદી