Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ફ્રાન્સમાં લેબગ્રોન ડાયમંડને સિન્થેટિક જાહેર કરાતા સુરતના હીરા ઉદ્યોગમાં ખળભળાટ

03:24 PM Feb 18, 2024 | Harsh Bhatt

ફ્રાન્સમાં લેબગ્રોન ડાયમંડને સિન્થેટિક જાહેર કરતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. આ નિર્ણયથી સુરતના ઉદ્યોગને મોટી અસર થાય તેવી ચર્ચા ઊઠવા પામી છે. બીજી બાજુ લેબગ્રોન ડાયમંડને ઉતરતા બતાવવા પ્રયાસ કરાયો હોવાનો મત લેબગ્રોન ડાયમંડ એસોસિયેશને વ્યક્ત કર્યો છે અને આ નિર્ણયને વખોડ્યો છે.

લેબગ્રોન ડાયમંડનો વધતો ક્રેઝને દબાવવા આ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. આ બાબતે કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવશે. ફ્રાંસના નિર્ણયને ફેર વિચારના કરવા જણાવવામાં આવશે. સુરતમાં કટ એન્ડ પોલિશ્ડ થતા હીરા વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવે છે. તેમાય હવે લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી જે રીતે વિકાસ પામી રહી છે, તે જોતા લેબગ્રોન નેચરલ ડાયમંડનો વિકલ્પ બનતો દેખાઈ રહ્યો છે.

આવા સમયે ફ્રાન્સે બિન-કુદરતી અર્થાત લેબગ્રોન ડાયમંડ માટે સિન્થેટિક સિવાયના તમામ શબ્દનો ઉપયોગ કર્યો છે. આમ ફ્રાન્સમાં લેબગ્રોન ડાયમંડને સિન્થેટિક તરીકે જાહેર કરાતા સુરતના ઉદ્યોગને અસર થશે, એવી ભીતી વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતના કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની જે રીતે વિદેશમાં માંગ છે, હવે સુરતમાં બનતા લેબગ્રોન ડાયમંડનું પણ વિદેશમાં એક અલગ માર્કેટ ઉભું થઈ રહ્યું છે.

દરમિયાન ફ્રાન્સમાં બિન-કુદરતી અર્થાત લેબમોન ડાયમંડ માટે સિન્થેટિક સિવાયના તમામ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા હીરાઉદ્યોગમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. બીજી બાજુ વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સે પણ ફ્રાન્સના નિર્ણયની પ્રશંસા કરતાં માહોલ વધુ ગરમાયો છે. જાણકારોના કહેવા મુજબ ફ્રાન્સે આ પ્રકારના નિર્ણય કરી લેબગ્રોન ડાયમંડને ડાઉન કરવા અને નેચરલ ડાયમંડનું સ્થાનિક માર્કેટ જાળવવા પ્રયાસ કર્યો છે.

બીજી બાજુ લેબગ્રોન ડાયમંડ એસોના પ્રમુખ બાબુ ભાઈ વાઘાણીઈ જણાવ્યું ચેબકે ફ્રાન્સના નિર્ણયથી લેબગ્રોન ડાયમંડને કોઈ ફરક પડશે નહી. લેબગોન ડાયમંડનું ફ્રાન્સમાં મોટું માર્કેટ નથી. આ પ્રકારની જાહેરાત કરી ફક્ત લેબગ્રોન ડાયમંડને નીચું બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમેરિકા જેવા દેશોમાં લેબગ્રોન ડાયમંડની માંગ વધી રહી છે અને અહીં સારુ માર્કેટ બની રહ્યું છે.

આ પણ વાંચો — ગુજરાતમાં વધુ એક પેપર લીકની ઘટના આવી સામે, 448 જેટલા વિદ્યાર્થીઓને હાથ લાગી નિરાશા