+

SURAT : કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા હસ્તે માનવ મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો

કામરેજના ધોરણ પારડી ગામે આજે આશીર્વાદ માનવ મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું લોકાર્પણ. નિરાધાર ,નિરાશ્રિત તમેજ માનસિક વિકલાંગ લોકોની સેવા કરે છે આ…

કામરેજના ધોરણ પારડી ગામે આજે આશીર્વાદ માનવ મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું લોકાર્પણ. નિરાધાર ,નિરાશ્રિત તમેજ માનસિક વિકલાંગ લોકોની સેવા કરે છે આ માનવ મંદિર

કેન્દ્રીય મંત્રીના હસ્તે માનવ મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ

કામરેજના ધોરણ પારડી ગામે છેલ્લા 12 વર્ષ થી આ આશીર્વાદ માનવ મંદિર કાર્યરત છે. આજના જમાનામાં પોતાનાને કોઈ નથી પૂછતું ત્યારે આ આશીર્વાદ માનવ મંદિર દ્વારા માનસિક વિકલાંગ , નિરાધાર તેમજ નિરાશ્રિત લોકો ની સેવા કરવામાં આવે છે. 17 વર્ષ પહેલા સુરતના કોસાડ ખાતે માનવ મંદિરની શરૂઆત કરવામાં આવી અને સમય જતાં કામરેજ ના ધોરણ પારડી ગામ ખાતે ખસેડી લેવામાં આવ્યું અને 2012 માં આ માનવ મંદિર કામરેજ ના ધોરણ પારડી ખાતે કાર્યરત છે.

17 કરોડ રૂપિયા ખર્ચે આ આશીર્વાદ માનવ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે

2 વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આશરે 17 કરોડ રૂપિયા ખર્ચે આ આશીર્વાદ માનવ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 2400 થી વધુ માનસિક વિકલાંગ પ્રભુજી અહીં સારવાર લઈ ચુક્યા છે અને હાલ પણ 500 થી વધુ પ્રભુજી અહીં સેવા લઈ રહ્યા છે. આ માનવ મંદિર થકી કેટલાય લોકોને પોતાના સ્વજનો મળ્યા છે તો કેટલાય લોકોને પરિવાર મળ્યું છે.

લોકાર્પણ કાર્યક્રમ

લોકાર્પણ કાર્યક્રમ

આજરોજ લોકાર્પણ થયેલા આશીર્વાદ માનવ મંદિરમાં 1000 લોકો રહી શકે તેવી અત્યાધુનિક સુવિધા સાથે બનાવવામાં આવ્યું છે. આખું આશીર્વાદ માનવ મંદિર દાતાશ્રીઓના દાન માંથી તૈયાર કરવામાં આવ્યું છે , આશીર્વાદ માનવ મંદિર દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે એ બિરદાવવા લાયક છે ,રસ્તા પર રખડતા માનસિક વિકલાંગ લોકોને આ સંસ્થા દ્વારા અહીં લાવવામાં આવે છે અને ત્યારબાદ તેઓની સાફસફાઈ કરી તેમને ડોક્ટર સહિત ની તમામ પ્રકાર ની સવલતો પુરી પાડવામાં આવે છે , આજરોજ કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા ના હસ્તે આ આશીર્વાદ માનવ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે માનવ મંદિર પરીશર માં એક મંદિરનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું , કાર્યક્રમમાં દાતા શ્રીઓના સન્માન પણ કરવામાં આવ્યા હતા તેમજ ત્રણ જેટલા માનસિક વિકલાંગ પ્રભુજીઓ ના તેમના પરિવાર સાથે મિલન કરવી તેમને સોંપવામાં આવ્યા હતા.

અહેવાલ – ઉદય જાદવ 

આ પણ વાંચો — Congress: કચ્છમાં 1021 કાર્યકર્તાઓએ કોંગ્રેસને કહ્યું બાય-બાય, ધારણ કર્યો કેશરિયો

 

Whatsapp share
facebook twitter