+

SURAT : 10 વર્ષની બાળા સાથે બે તરુણે મળી દુષ્કર્મ કર્યું

સુરતમાં એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો તમને સામે આવતા સમગ્ર સુરતમાં ચકચાર મચી જવા પામ્યો છે. સુરતમાં એક માસૂમ વિધાર્થીની સાથે સામૂહિક દુષ્કર્મ થયું હોવાની…

સુરતમાં એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો તમને સામે આવતા સમગ્ર સુરતમાં ચકચાર મચી જવા પામ્યો છે. સુરતમાં એક માસૂમ વિધાર્થીની સાથે સામૂહિક દુષ્કર્મ થયું હોવાની વાત સામે આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે જે માસૂમ સાથે આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું છે તે હજી તો ધોરણ 4 માં અભ્યાસ કરતી હતી અને તેની ઉંમર ફક્ત 10 વર્ષની હતી. ખરેખર આ દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે જે સામે આવ્યો છે.

બાળા દ્વારા માતાને જાણ કરતા ઘટના પ્રકાશમાં આવી

સુરતમાં આ ઘટના અંગેની બાબત સામે આવતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. ધોરણ 4 માં અભ્યાસ કરતી માસૂમ બાળકી સાથે બે તરુણે મળી  સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ ઘટના અંગે તપાસ કરતાં વધુ ચોંકાવનારા કિસ્સા પણ સામે આવ્યા હતા. જેમાં વાત સામે આવી હતી કે, આ તરુણે ત્રણ દોઢ મહિના અગાઉ પણ પોતાના એક મિત્ર સાથે આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ત્રણ દિવસ અગાઉ નજીક રહેતા તરુણે ફરી દુષ્કર્મ આચરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. બાળાએ માતાને જાણ કરતા ઘટના પ્રકાશમાં આવી છે. ગોડાદરા પોલીસે બંને તરુણની કરી અટકાયત કરી છે અને હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો — તરભ વાળીનાથ ધામ ખાતે ઉમટી રહ્યું છે ભક્તોનું ઘોડાપુર, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં PM આપશે હાજરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

 

 

 

 

 

 

 

Whatsapp share
facebook twitter