Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat: ચોરે પરિવારને બેરહેમીપૂર્વક ચપ્પુના ઘા મારી હત્યા કરી, પોલીસે કાર્યવાહી હાથ ધરી

04:01 PM Dec 02, 2023 | Maitri makwana

અહેવાલ – રાબિયા સાલેહ, સુરત

સુરત શહેરના બેગમપુરા વિસ્તારની નવાબની વાડીમાં રહેતા પ્રજાપતિ પરિવારના ઘરમાં મધરાત બાદ ચોરીના ઈરાદે ઘૂસેલા બદમાશે પ્રતિકાર કરનારા યુવક અને તેના માતા-પિતા પર હુમલો કરી દીધો હતો. મહિલાની હત્યાના આ કેસમાં પોલીસે બે બદમાશોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે..

અવાજ આવતા ભરત ઉંઘમાંથી જાગી ગયો હતો

બેગમપુરા મેઈન રોડ પર કુબેરજી હાઉસ અને નજીકનાં CCTV પર એક નજર કરીએ ત ફરસારામ પ્રજાપતિ તેની પત્ની ગીતા,પુત્ર ભરત અને જીતુ તથા પૂત્રી નીતુ સાથે રહે છે. ૨૯મી તારીખે રાતે સાડા ત્રણેક વાગ્યાના સુમારે ઘરમાં કંઈક અવાજ આવતા ભરત ઉંઘમાંથી જાગી ગયો હતો,તેણે જોયું તો ઘરમાં ચોર ઘૂસ્યો હતો.એ યુવકે ભરતને ચાકુથી ઘસરકો મારવા સાથે હુમલાની ધમકી આપી બે લેપટોપ, મોબાઈલ, હેડફોન લૂંટયા હતા.

મોબાઈલ ફોન અને હેડફોન પણ લૂંટી લીધો હતો

ત્યારબાદ એ યુવકે ભરતનો મોબાઈલ ફોન અને હેડફોન પણ લૂંટી લીધો હતો. ભરતને બાનમાં લેવાયો હતો ત્યાં માતા પહોંચતા તેણીને પીઠ પર ઘા ઝીંકાયા હતા.આ હુમલા દરમિયાન ચીસાચીસ થતાં ઉપરના માળેથી ફરસરામ પ્રજાપતિ તથા દિકરો જીતુ અને દીકરી નીતુ નીચે દોડી આવ્યા હતા. ફરસરામ તુરંત યુવકને પકડવા તેની તરફ ગયા તો તેમને પેટના ભાગે ચાકુનો ઘા મારી દેવાયો હતો. એ યુવકે ચાકુ બતાવી નીચેના ભાગે દાદર પાસેના લોખંડના ગ્રીલના દરવાજાને મારેલુ તાળુ ખોલાવી તે ફરાર થઈ ગયો હતો.

લૂંટ અને હત્યાના આ ગુનામાં રેડ એલર્ટ જાહેર

આ હુમલામાં ઘવાયેલા ગીતાબેનનું મોત થયું હતું. લૂંટ અને હત્યાના આ ગુનામાં રેડ એલર્ટ જાહેર કરવા સાથે પોલીસે તપાસ આરંભી હતી. જેમાં પુણા પોલીસના હાથે મનીષ ઉર્ફે મન્યો મુકેશભાઈ દંતાણી (દેવીપુજક) ઝડપાઈ ગયો હતો. મહેસાણાના કડીના વતની અને સુરતમાં વેડરોડ પર હાથી મંદીર પાસે રહેતાં મનીષ ની તપાસમાં તેની સાથે કરણસીંગ જીતેન્દ્રસિંગ રાજપૂત હોવાનું બહાર આવ્યું હતું.જે બાદ સલાબતપુરા પોલીસે ગોડદારામાં મહાદેવનગર વિ-૧માં રહેતાં કરણસીંગને ઝડપી પાડ્યો હતો.

મનીષ દંતાણી સામે 6 ગુનાઓ નોંધાયા છે

પોલીસના હાથે પકડાયેલા બંને યુવકોને ચોરી કરવાની ટેવવાળા છે. ચોરીના ઈરાદે ઘરમાં ઘુસી હુમલો કરનારા મનીષ દંતાણી સામે 6 ગુનાઓ નોંધાયા છે અને તે પાસા હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. જ્યારે તેના સાથી કરણ સામે ત્રણ ગુનાઓ નોંધાયેલા છે.તેમજ પોલીસ સમક્ષ મનીષે કબૂલાત કરી હતી કે, તેઓ ચોરીના ઇરાદે ફરતાં હતાં ત્યારે મકાનમાં બારી ખુલ્લી દેખાતા તે પાઇપ વાટે અંદર ધૂસ્યો હતો.

ચોરી કરીને ચૂકવવાનું નક્કિ કર્યું હતું

લૂંટાયેલા મોબાઈલ અને હેડફોન રિકવર કરવા પોલીસ કવાયત કરી રહી છે.બંને અલગ અલગ રીતે નાની મોટી ચોરી કરવાની ટેવવાળા હતા. કરણસિંહે પોતાની બાકી નીકળતી ઉઘરાણી માંગતા, મનિશે તે ચોરી કરીને ચૂકવવાનું નક્કિ કર્યું હતું અને બંને સાથે જ ચોરી કરવા નીકળ્યા હતા. ચોરી કરતી વખતે જ ઘરના લોકો જાગી ગયા હતા અને મહિલાએ પ્રતિકાર કરી પકડવા ની કોશિશ કરતાં તેની હત્યા કરી નાંખ્યાની આરોપીએ કબુલાત કરી હતી.

હત્યાની રાત્રે કરણસિંહે પોતાની બાકી ઉધારી માંગી

મનીષ ઉર્ફે મન્યો મૂકેશ દંતાણી (દેવીપૂજક) અને ગોડાદરા મહાદેવનગરમાં રહેતાં કરણસિંહ જીતેન્દ્રસિંહ રાજપૂત (ઉ.વ. ૨૦) પૂણા તથા સલાબતપુરા પોલીસે ઝડપી લીધા હતા. બંને નાની મોટી ચોરી કરવાની ટેવવાળા હતા. મનીષ છ વખત ચોરીમાં પકડાવાની સાથે એક વખત પાસામાં પણ જઈ આવ્યો હતો. કરણસિંહ પણ બે ગુનામાં ઝડપાઈ ચૂક્યો હતો. હત્યાની રાત્રે કરણસિંહે પોતાની બાકી ઉધારી માંગી હતી જે ચોરી કરીને આપીશ તેમ કહી માર્કેટ પાસે બંને ભેગા થયા હતા અને ભરત પ્રજાપતિ જે રૂમમાં સૂતો હતો તે પહેલાં માળની બારી ખુલ્લી દેખાતા તેમાં પાઇપ ચઢી ઘૂસી ગયો હતો. નીચે કરણસિંહ ઉભો રહ્યો હતો.

બેરહેમીપૂર્વક ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખી

વધુમાં ડી.સી.પી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે લેપટોપ ઉંચક્યું તે સાથે જ ભરત જાગી જતાં મનીષે તેને ચપ્પુ બતાવી ડરાવી મોબાઈલ અને હેડફોન લઈ લીધા હતા. બારી વાટે ઉતરવું કે કુદવું શક્ય નહિ હોઈ મકાનની ગ્રીલને અંદરથી મારેલું તાળું ખોલી જવાનું નક્કિ કરી તે રૂમમાંથી બહાર નીકળ્યો હતો ત્યારે બાથરૂમમાંથી ગીતાબેન નીકળ્યા હતા. પોતાના પુત્રને કોઈ ચપ્પુથી ડરાવી રહ્યાનું જોતાં તેઓ તેની ઉપર તૂટી પડયા હતા, પરંતુ હથિયાર સાથે આવેલાં ચોરે તેમને બેરહેમીપૂર્વક ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખી હતી અને ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો –