+

SURAT : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ડાયમંડ એસો.ના પ્રમુખે કરી ખાસ અપીલ

ઉત્તરપ્રદેશના (UttarPradesh) અયોધ્યામાં (Ayodhya) ઐતિહાસિક અને નિર્માણાધીન રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Ram Mandir Pran Pratishtha Mohotsav) લઈ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરીએ આ પ્રાણ…

ઉત્તરપ્રદેશના (UttarPradesh) અયોધ્યામાં (Ayodhya) ઐતિહાસિક અને નિર્માણાધીન રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Ram Mandir Pran Pratishtha Mohotsav) લઈ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરીએ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે. ત્યારે દેશભરમાંથી લોકો આ દિવસે અયોધ્યા જવાની તૈયારી કરી રહ્યા છે. જો કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશની સરકારે લોકોને પોતાના ઘરે જ ઉજવણી કરવા અપીલ કરી છે. ત્યારે હવે સુરતમાં (Surat) હીરા ઉદ્યોગકારોની ડાયમંડ એસો.ના પ્રમુખે પણ ખાસ અપીલ કરી છે.

સુરતમાં (Surat) હીરા ઉદ્યોગકારોની ડાયમંડ એસો.ના પ્રમુખે અપીલ કરી છે કે, 22 જાન્યુઆરીનો દિવસ દિવાળીની જેમ ઊજવાય. આ સાથે તેમણે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવા પણ અપીલ કરી છે. તેમણે કહ્યું કે, અયોધ્યામાં થનારા પ્રાણ પ્રતિષ્ઠાનું લાઇવ પ્રસારણ દરેક નાગરિક જોઈ શકે તે માટે વિવિધ સ્થળે આયોજન કરવા સલાહ આપી છે.

‘લોકો સાંજે પોતાના ઘરે જઈ 5-5 દીવા પ્રગટાવે’

સુરતના (Surat) ડાયમંડ એસો.ના પ્રમુખે કહ્યું કે, 22 જાન્યુઆરીના રોજ હીરા ઉદ્યોગના લોકોએ રામધુન, રામરક્ષા સ્તોત્ર, સુંદર કાંડ, હનુમાન ચાલીસાના પાઠ સહિતના કાર્યક્રમોનું આોજન કરવું જોઈએ. સાથે જ તે દિવસે યથાશક્તિ પ્રમાણે હીરા ઉદ્યોગકારો પ્રસાદનું વિતરણ કરવું જોઈએ. સુરતમાં હીરા ઉદ્યોગકારોની ડાયમંડ એસો.ના પ્રમુખે કહ્યું કે, અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ હીરા વ્યાપારીઓ, બ્રોકર, સ્ટાફ, કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક વર્ગના લોકો સાંજે પોતાના ઘરે જઈ 5-5 દીવા પ્રગટાવે.

 

આ પણ વાંચો – Vibrant Gujarat Summit 2024: PM મોદી UAE ના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદમાં કરશે રોડ શો

Whatsapp share
facebook twitter