Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat: કોરોનાના નવા વેરિયેન્ટને લઈને તંત્ર એલર્ટ

04:33 PM Dec 21, 2023 | Maitri makwana

અહેવાલ – રાબિયા સાલેહ, સુરત

કોરોનાના નવા વેરિયેન્ટને લઈને સમભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સુરત ના સરકારી તંત્રએ તૈયારી દર્શાવી છે. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા કિડની બિલ્ડીંગના આઠમા માળને બેડ ગોઠવી તૈયાર કરવામાં આવ્યો છે.

સિવિલમાં તૈયારીના ભાગરૂપે ૪૦ થી ૪૫ બેડોની વ્યવસ્થા ઉભી કરાઈ છે.સિવિલ અને સમિમેર આમ બન્ને સરકારી હોસ્પિટલ સજ્જ કરી દેવામાં આવી છે.આ સાથે જ કિડની બિલ્ડિંગના પાછળના વિભાગમાં કોરોના દર્દીઓને અવરજવર માટે લિફ્ટની સુવિધા આપવામાં આવી છે સાથે અલગ જગ્યા એ વિવિધ બેડ મૂકવા સાથે ઓકસીજન લાઈન ની તપાસ શરૂ કરવામાં આવી છે. તબીબ આલમ ને એલર્ટ મોડ પર રહેવા આદેશ કરાયો છે.

તબીબી અધ્યક્ષ ડો. ગણેશ ગોવેકરે કહ્યું હતું કે,કોરોનાના કેસની જાણ થતાં સિવિલ એલર્ટ થયું હતું, ઓક્સિજન ટેન્કની તપાસ સહિત વંતિલેટરની ધૂળ ખંખેરવામાં આવી હતી. તેમજ દર્દી આવા પહેલા જ કોરોનાને લગતી દવાઓ પણ ઉપલભ કરવામાં આવી છે.

અન્ય રાજ્ય અને શહેરોમાં કોરોનાના કેસ આવતા,લોકો ચિંતિત થાય છે અને સૌ પ્રથમ કોવીડ ટેસ્ટની સ્ખ્ય વધી જાય છે. કોવિડ-૧૯ જેવા જ લક્ષણો દેખાતા દર્દીઓના વધારે પ્રમાણમાં કોવિડ એટલે કે આરટીપીસી આર ટેસ્ટ માટેની સિવિલમાં તૈયારી રાખવામાં આવી છે.જે બાદ આરટીપીઆર પોઝિટિવ આવતા જીનોમ સિક્વન્સ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલવામાં આવે તેવી વ્યવસ્થા કરાઇ છે.

કોરોનાના નવા વેરિયન્ટ સામે આવતા સરકાર એ કેટલાક આદેશ જારી કરી દીધા છે.ઉત્તર પ્રદેશ અને કેરળમાં કોરોનાના નવા વેરિઅન્ટ મળી આવ્યા છે જે બાદ સાવચેતીના ભાગરૂપે સુરત શહેર મનપા પણ એલર્ટ થઈ છે.સુરત મહાનગર પાલિકા દ્વારા સિવિલ તથા સ્મીમેર સહિતની હોસ્પિટલોમાં કોરોના લક્ષણને ગંભીરતાથી લેવા સૂચના અપાઈ છે.

કોરોનાના નવા વેરિઅન્ટ JN.૧ કેસને પગલે સુરત નું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.આ અંગે સુરત ની નવી સિવિલ હોસ્પિટલ ના સુપરિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે,સરકારી હોસ્પિટલ એટલે કે સિવિલ અને સ્મીમેરને મનપા તરફથી એલર્ટ અને સ્ટેન્ડબાય રહેવા સૂચના મળી છે. જેને લઈ અગાઉ પણ એક વાર તમામ તૈયારીઓના ભાગરૂપે સિવિલ કેમ્પસમાં ઓક્સિજન ટેન્ક તેની લાઈનની તપાસ કરવામાં આવી હતી. તેમજ કિડની બિલ્ડિંગના આઠમા માળે ૪૦ બેડનો નવો વોર્ડ બનાવવામાં આવ્યો છે.

આ સાથે જ સ્મીમેર હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું કે સમીમેરમાં પણ કોરોનાને લઇ તૈયારીના ભાગરૂપે જો કોઈ દર્દી આવે તો આઈસોલેશન વોર્ડ ઊભો કરાયો છે. જેમા આઠ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.અને ઓકસીજનની ચકાસણી કરી તેને રેડી કરી તબીબોને સ્ટેન્ડબાય રહેવા રજા રદ કરવા સૂચના અપાઇ છે.

આ પણ વાંચો – ચીનમાં ફેલાય રહેલ બીમારી સામે રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ