+

સુરત : સલાબતપુરા પોલીસે ઈનામી આરોપીને ઝડપી પાડ્યો, મિત્રની હત્યા કરી થયો હતો ફરાર

સુરત પોલીસ દ્વારા વર્ષોથી ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપી ઝડપી પાડવા ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે. સુરતના 16 જેટલા ખાસ વોન્ટેડ છે તેવા 20,000 રૂપિયાના ઇનામી હત્યાનો આરોપીને 25…

સુરત પોલીસ દ્વારા વર્ષોથી ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપી ઝડપી પાડવા ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે. સુરતના 16 જેટલા ખાસ વોન્ટેડ છે તેવા 20,000 રૂપિયાના ઇનામી હત્યાનો આરોપીને 25 વર્ષ બાદ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના અલગ અલગ શહેર-જિલ્લાઓના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ખૂન, ધાડ, લુંટ, બળાત્કાર, મારામારી જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં ઘણા દસકાઓથી નાસતા ફરતા આરોપીની માહિતી આપનાર અથવા પકડનારને રોકડ ઇનામ આપવાની સુચના આપવામાં આવી છે. તમામ શહેર જિલ્લાઓને આપવામાં આવેલી સુચના આધારે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગંભીર પ્રકારના ગુનામાં નાસતા ફરતા આરોપી પૈકી મોસ્ટ વોન્ટેડ ટોપ 16 આરોપીઓની યાદી બનાવી તેઓને પકડી પાડવા સુચના આપવામાં આવેલી હતી.

ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 1999ની સાલમાં હત્યા કરનાર આરોપી હજુ સુધી પોલીસ પકડમાં ના આવ્યો હતો તે બાબતે તપાસ શરૂ કરી હતી ત્યારે પોલીસને વિગત મળી હતી કે આરોપી સુરેન્દ્ર કોન્ડા કે જે મૂળ ઓરિસ્સાનો વતની છે એ હત્યા કરી ફરાર છે અને 25 વર્ષથી પોલીસ પકડ બહાર છે. તે આરોપી હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં બમરોલી રોડની આશાપુરી સોસાયટીમાં રહે છે.

આ બાતમીના આધારે પોલીસે તેની ધરપકડ કરી છે મૂળ ઓરિસ્સા ગંજામ જિલ્લાના કોદરા થાનાના દાનપુર ગામનો વતની સુરેન્દ્ર કોન્ડા જેની પુછપરછ કરતા તેણે જણાવેલ કે તેની તથા તેના મિત્રો અભિરામ થુરાય ઉડીયા તથા રવિરાજ પંપુરાય ઉડીયા તથા નરી સ્વાઇ નાઓનો સન 1999 માં ઉમરવાડા વિસ્તારમાં નિરંજન બહેરા સાથે ઝઘડો થયેલો હતો. જે બાદ નિરંજન બહેરાને ગળાના ભાગે તથા પેટના ભાગે ચપ્પુ વાગી ગયેલું અને તે મૃત્યુ પામેલો હતો. જેથી જે તે સમયે પોલીસમાં પકડાવવાની બીકે વતનમાં ભાગી ગયો હોવાની હકીકત મળી હતી. જોકે પોલીસે તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : આનંદ પટણી, સુરત

આ પણ વાંચો : સુરત : મારા રૂપિયા ક્યારે આપવાના છે કહી મિત્રએ જ મિત્રને માર્યો ઢોર માર, અંતે સારવાર દરમિયાન થયું મોત

Whatsapp share
facebook twitter