+

Surat : સચિન GIDCમાં અગ્નિકાંડનો કેસ, GPCB એ ક્લોઝર નોટિસ,50 લાખ દંડ

સુરતમાં એથર કંપનીમાં આગ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે.ઘટના બાદ GPCBએ એથર ઈન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ ફટકારી હતી. સાથે કંપનીને 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સુરતમાં એથર…

સુરતમાં એથર કંપનીમાં આગ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે.ઘટના બાદ GPCBએ એથર ઈન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ ફટકારી હતી. સાથે કંપનીને 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સુરતમાં એથર કંપનીમાં આગની જાણ કલેક્ટરને ન કરનાર મામલદાર પાસેથી ડિઝાસ્ટર મામલતદારનો ચાર્જ છીનવી લેવાયો છે અને કલેકટર દ્વારા 4 સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે

પ્રાથમિક તપાસ પૂર્ણ

તપાસ કમિટી ફેક્ટરી ઇન્સ્પેક્ટરે પ્રાથમિક તપાસ પૂર્ણ કર કરવામાં આવી છે ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ટેટ્રાહાઈડ્રોફ્યુરન,સોલવન્ટ અને મિશ્રિત કેમિકલ ટાંકીમાંથી લીકેજ થયું હતું જેના કારણે લીકેજ કેમિકલ જ્વલનશીલ પદાર્થના સપંર્કમાં આવતા આગ ફાટી નીકળી હતી ત્યારે આ ઘટનામાં કેમિકલ બનાવતા કમ્પ્યુટરરાઈઝ્ડ ડેટાનું પણ એનાલિસિસ કરાશે કરવામાં આવશે.ક્લોઝર સાથે જીપીસીબીની મંજૂરી વગર ઉત્પાદન ચાલુ નહીં કરવા ફરમાન જારી કર્યું

મામલતદાર પાસેથી ઈન્ચાર્જ ડિઝાસ્ટરનો ચાર્જ છિનવાયો

એથર કંપનીમાં આગની દુર્ઘટનાની તપાસ માટે કલેક્ટરે કમિટીની રચના કરી હતી. GPCB, ફાયર વિભાગ, ફેક્ટરી ઈન્સ્પેક્ટર, સચિન PI દુર્ઘટનાની તપાસ કરશે. કલેક્ટરે આગની ઘટનાનો તપાસ રિપોર્ટ સાત દિવસમાં સોંપવાના આદેશ આપ્યા હતા. ઉધના મામલતદાર આશિષ નાયક પાસેથી ઈન્ચાર્જ ડિઝાસ્ટરનો ચાર્જ છિનવાયો હતો. નબળી કામગીરી બદલ મામલતદાર પાસેથી ચાર્જ છીનવવામાં આવ્યો છે. આગની ઘટનાની જાણ કલેક્ટરને કરવામાં આવી નહોતી. ઈલેક્શન શાખાના મામલતદાર પ્રતિક જાખડને હવે આ જવાબદારી સોંપાઇ હતી.સાથે કંપનીને GPCBની મંજૂરી વગર ઉત્પાદન શરૂ નહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. એથર ઈન્ડસ્ટ્રીઝને પાંચ જેટલા રિપોર્ટ સબમિટ કરવાનો પણ આદેશ અપાયો હતો.

 

 

સુરતમાં સચિન GIDCની એથર કેમિકલ કંપનીમાં આગ બાદ કંપનીમાંથી 7 કર્મચારીના મૃતદેહ મળ્યા હતા. મહત્વનું છે કે, કંપનીમાં લાગેલ આગમાં 27 કર્મચારી દાઝ્યા હતા. જેમાં 7 કર્મચારી ગુમ થયા બાદ હવે તેમના મૃતદેહ મળી આવ્યા છે. અહીં એ પણ સામે આવ્યું છે કે, કંપનીના સંચાલકો, પોલીસે 7 કર્મચારીઓ ગુમ હોવાની વાત છુપાવી હતી. મોડીરાત્રે કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન 7 કર્મચારીના મૃતદેહ મળ્યા છે. આ સાથે આ આગની ઘટનામાં 27 કર્મચારી દાઝ્યા હોવાનું પણ ખૂલ્યું છે.

 

આ  પણ  વાંચો -નિવૃત્ત IPSની પત્નીનો આપઘાત, પોલીસ પહોંચી ઘટના સ્થળે

 

Whatsapp share
facebook twitter