Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SURAT : બલેશ્વર ગામની ખાડીની આસપાસ રહેતા સંપર્ક વિહોણા બનેલા 60 લોકોનું રેસ્ક્યુ કરાયું

04:06 PM Jul 24, 2024 | Harsh Bhatt

SURAT : ગુજરાતમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.ભારે વરસાદના કારણે ઘણી જગ્યાઓ ઉપર પાણી ભરાયા છે અને જનજીવન ઠપ થયું છે.આવા સમયમાં પોલીસ જવાન અને NDRF ની ટીમ લોકોના વ્હારે આવી રહી છે.ખાસ કરીને SURAT માં અતિ ભારે વરસાદ વચ્ચે ખાડી પૂરથી સ્થિતી વણસી છે. SURAT ના છ ખાડી વિસ્તારમાં કમરસમા પાણી ભરાયા છે અને તંત્રની બેદરકારીના કારણે પૂર જેવી સ્થિતીનું નિર્માણ થયું છે.ત્યારે પૂરની પરિસ્થિતિમાં પલસાણા પોલીસ સ્ટેશનના જવાનો, બારડોલી ફાયર અને સ્થાનિક પ્રશાસનએ 60 જેટલા લોકોનું RESCUE કર્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

સંપર્ક વિહોણા બનેલા 60 લોકોનું રેસ્ક્યુ કરાયું

 

 

 

 

 

 

 

 

 

 

 

ભારે વરસાદને કારણે પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બલેશ્વર ગામની ખાડીમાં પાણીની ખુબ આવક થયેલ હતી. જેના કારણે બલેશ્વર ગામની ખાડીની આસપાસ રહેતા રહેણાંક મકાનોમાં પાણી ઘુસી ગયેલા હતા.જેના કારણે તમામ માણસો ગામથી સંપર્ક વિહોણા થઇ ગયા હતા.

જે માહિતીના આધારે પલસાણા પોલીસ સ્ટેશનના જવાનો,બારડોલી ફાયર અને સ્થાનિક પ્રશાસનએ સાથે મળીને પાણીમાં ફસાયેલા આશરે 60 જેટલાં માણસોને રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.

SURAT માં ખાડી પૂરથી પરિસ્થિતિ વણસી

સુરતમાં ખાડી પૂરથી પરિસ્થિતિ વણસી છે. સતત બીજા દિવસે ખાડી પૂરથી સુરતની હાલત કફોડી બની છે. સુરતના પર્વત પાટિયા, ગોડાદરા રોડ પર સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. સીમાડા વિસ્તારમાં ખાડી પૂરના પાણી ઘરોમાં ફરી વળ્યાં છે જેથી જીવન જરૂરિયાતની વસ્તુ લઈ લોકો ઘરોની બહાર નીકળી ગયા છે.

વરાછા, લિંબાયત સહિત અનેક વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા

ખાડીની સફાઈ યોગ્ય ન થતી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. તંત્રની બેદરકારીને લીધે સુરતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લિંબાયત વિસ્તાર પણ ખાડી પૂરથી પરેશાન છે. વરાછા, લિંબાયત સહિત અનેક વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા છે.

આ પણ વાંચો : IMD : આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં ઘમરોળશે મેઘરાજા…