Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SURAT : 17 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત શહેરની મુલાકાતે આવશે, વિશ્વના સૌથી મોટા કોમર્શિયલ બિલ્ડીંગનું કરશે ઉદ્ઘાટન

04:35 PM Dec 13, 2023 | Harsh Bhatt
અહેવાલ – આનંદ પટણી
આગામી 17 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત શહેરની મુલાકાતે આવનાર છે. સુરત આવ્યા બાદ તેઓ એરપોર્ટના નવા ટર્મિનલ અને ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી જે રૂટ ઉપરથી પસાર થવાના છે, તે રૂટ ઉપર બ્રિજને શણગારવામાં આવી રહ્યો છે. આ સમગ્ર બ્રિજને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 2014 થી શરૂ કરવામાં આવેલી યોજનાઓનું પેઇન્ટિંગ કરીને શણગારવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત સાથે એક અનોખો નાતો છે. અને આ નાતા ને કારણે તેઓ ગુજરાત આવવાનો એક પણ મોકો ચૂકતા નથી જ્યારે પણ પ્રધાનમંત્રી સુરતની મુલાકાતે આવતા હોય ત્યારે પ્રધાનમંત્રીનો ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં અનોખી રીતે સ્વાગત કરવામાં આવતું હોય છે. આગામી 17 તારીખે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત ખાતે આવનાર છે.
તેઓ સુરતમાં એરપોર્ટના નવા ટર્મિનલની સાથે વિશ્વના સૌથી મોટા કોમર્શિયલ બિલ્ડીંગ એવા ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ થી ડાયમંડ બુર્સ માટે જે રૂટ ઉપરથી જવાના છે તે રૂટ ઉપર ઉધના ચાર રસ્તા પાસે એક ફ્લાય ઓવર આવેલો છે. હાલ આ ફ્લાય ઓવરને સુરત મહાનગરપાલિકા દ્વારા કલર કામ કરીને શણગારવામાં આવી રહ્યો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા આ ફ્લાય ઓવર ઉપર વર્ષ 2014 થી પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી દ્વારા જેટલી પણ યોજનાઓ શરૂ કરવામાં આવી છે, એ યોજનાઓની ઝાંખી દર્શાવવામાં આવી છે. હાલ યુનેસ્કો દ્વારા ગરબાને પણ હેરિટેજમાં દાખલ કરવામાં આવ્યા છે, તો એ ગરબાની પ્રતિકૃતિ પણ ત્યાં અંકિત કરવામાં આવી છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી ખેડૂતો માટેની યોજના ઉપરાંત વિવિધ યોજનાઓ દર્શાવતી ઝાંખી પ્રધાનમંત્રી જોઈ શકે એ રીતે બ્રિજ ઉપર પ્રિન્ટ કરવામાં આવી છે.