Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat Palsana News: પલસાણાના તાતીથૈયામાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી

10:43 PM Mar 23, 2024 | Aviraj Bagda

Surat Palsana News: પલસાણાના તાતીથૈયામાંથી ગત સોમવારના રોજ 11 વર્ષીય બાળકી ગુમ થઇ ગયી હતી. જે બાદ પોલીસની અલગ અલગ ટીમો બાળકીને શોધવા કામે લાગી હતી. તે દરમ્યાન આજે બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

ગુમ થયેલી બાળકીનો અવારુ સ્થળેથી આવ્યો મૃતદેહ

Surat Palsana News

મળતી માહિતી મુજબ પલસાણાના તાતીથૈયામાં રહેતા એક પરિવારની 11 વર્ષીય બાળકી ગુમ થઇ ગયી હતી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર પણ ઘટના સ્થળે પહોચ્યા હતા. હાલ બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરુ કરવામાં આવી છે.

કુલ 10 પોલીસકર્મીઓની ટીમ શોધખોળમાં સામેલ

જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરએ જણાવ્યું હતું કે તાતીથૈયા ગામમાં 10 થી 11 વર્ષીય બાળકી ગુમ થવાની જાણ 18 તારીખે રાતના થઇ હતી. જેથી કડોદરા પોલીસ, LCB, SOGની ટીમ ઇન્ચાર્જ DYSP સાથે મળી કુલ 50 પોલીસકર્મીઓની ટીમ અને Dog Squadની ટીમ બધા બાળકીની શોધખોળમાં લાગેલા હતા. ત્યારે આજે તાતીથૈયા ગામે એક ખેતરમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. જૈ પૈકી બાળકીની શરીર સ્થિતિ જોતા કંઇક અજુગતું થયું હોવાનું લાગી રહ્યું છે.

Surat Palsana News

હાલમાં જિલ્લાની 10થી વધુ ટીમો અહી કાર્યરત છે

વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ફોરેન્સિક પીએમ માટે બાળકીના મૃતદેહને હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. પીએમ રીપોર્ટ બાદ બાળકી સાથે કઈ અજુગતું થયું છે કે કેમ અને તેના મોતનું ચોક્કસ કારણ ત્યારબાદ જાણી શકાશે. હાલમાં જિલ્લાની 10થી વધુ ટીમો અહી કાર્યરત છે. જો દુષ્કર્મ કે હત્યાનો બનાવ હશે, તો તેની સંબધિત કલમ પણ ઉમેરવામાં આવશે અને આરોપીને તાત્કાલિક ધોરણે ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરાશે.

અહેવાલ ઉદય જાદવ

આ પણ વાંચો: Bharuch District Holi: ભરૂચ જિલ્લામાં હોળીકા દહનમાં વૈદિક હોળીને લઈ લાકડા વેચાણમાં મંદીનો માહોલ

આ પણ વાંચો: Saksham Application: દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવશે Saksham (સક્ષમ) એપ્લિકેશન

આ પણ વાંચો: Gujarat First EXCLUSIVE : ગુજરાત ફર્સ્ટ પર ભીખાજી ઠાકોરનું છલકાયું દર્દ, વાંચો અહેવાલ