Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SURAT : પાક. યુવતીઓ થકી હિંદુ યુવકોને ફસાવી ધર્માંતરણનું ષડયંત્ર! બિકાનેરથી ઝડપાયેલા આરોપીએ ખોલ્યા અનેક રાઝ

08:23 PM May 23, 2024 | Vipul Sen

સુરતમાં (Surat) હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્ર કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના બિકાનેરથી એક યુવકની ધરપકડ કરી છે. આરોપી યુવકની પૂછપરછમાં હિંદુ યુવકોને મુસ્લિમ બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ઝડપાયેલ યુવક સુરતના મૌલવી સાથે સંપર્કમાં હતો. તેના ફોનમાંથી પાકિસ્તાનના 40 નંબર પણ મળી આવ્યા છે. કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આથી, યુવકની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે.

પાકિસ્તાની યુવતીઓ લાલચ આપી હિન્દુ યુવકોને ફસાવતી

સુરતમાં હિન્દુ નેતાઓની હત્યાના કેસમાં તપાસ હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ બિકાનેર પહોંચી હતી. અહીં, બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે અબુબકર ઉર્ફે અશોક સુથાર નામના યુવકની ધરપકડ કરી હતી, જે સુરતના મૌલવીના સંપર્કમાં હતો. બિકાનેરથી ઝડપાયેલા અબુબકર ઉર્ફે અશોક સુથારને ક્રાઈમ બ્રાંચ સુરત લઈન આવી છે. અબુબકરની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. હિંદુ યુવકોને મુસ્લિમ બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અબુબકરની પૂછપરછમાં ખુલાસો થયો કે પાકિસ્તાની યુવતીઓ લાલચ આપી હિંદુ યુવકોને ફસાવતી હતી. અશોક સુથાર પણ પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં અબુબકર બન્યો હતો.

પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરી અશોક અબુબકર બન્યો

સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ડીસીપી રાજદીપસિંહ નકુમના જણાવ્યા મુજબ, અશોક સુથારને પાકિસ્તાની યુવતીઓ સાથે લગ્ન કરાવવાની લાલચ અપાઈ હતી. પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં અશોક સુથાર અબુબકર બન્યો હતો. પાકિસ્તાનના મૌલવી મુક્તી જમશેદ દ્વારા તેને મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. અશોક સુથાર ઉર્ફે અબુબકરે ઓનલાઈન ધર્માંત્રણ કર્યું હોવાનું કબૂલ્યું હતું. સાથે તેણે કહ્યું કે, ઓનલાઇન ડિઝાઇનિંગના ગ્રૂપો અને લિંકો મારફતે આ મહિલાઓના સંપર્કમાં આવ્યો હતો. સંપર્કમાં રહેલી 10 મહિલાઓમાં ઈકરા રિયાઝ સાથે અબુબકર પ્રેમમાં હતો.

તારીક જમીલ અને ઝાકીર નાયકના વીડિયો જોઈ પ્રેરિત થયો

આરોપીએ વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાનના મૌલાના તારીક જમીલ અને ઝાકીર નાયકના વીડિયો જોતા મુસ્લિમ સમાજથી પ્રેરિત થયો હતો. હિન્દુ યુવકોને મુસ્લિમ બનાવ્યા બાદ હિન્દુ વિરોધી કૃત્ય કરવા દબાણ કરતા હોવાનું પણ તેણે જણાવ્યું હતું. હનીટ્રેપ મારફતે આ ધર્માંતરણ કરાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. અબુબકર ઉર્ફે અશોક સુથારના સુરતના મૌલવી સોહેલ અબુબકર સાથે પણ સંપર્ક હતા. તેના ફોનમાંથી પાકિસ્તાનના 40 નંબર પણ મળી આવ્યા છે. અબુબકરની વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા સુરત ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપીના 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જેમાંથી કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે.

 

આ પણ વાંચો – Surat : હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્ર કેસમાં મોટો ખુલાસો! પોલીસની ટીમ નેપાળ જશે! જાણો કેમ?

આ પણ વાંચો – Surat : Crime Branch ને મોટી સફળતા, મહારાષ્ટ્રથી ઝડપાયો આરોપી, PAK થી હથિયારોનો આપતો ઓર્ડર

આ પણ વાંચો – PORBANDAR : પોરબંદરથી ATS ની ટીમે પાકિસ્તાની જાસૂસને પકડ્યો, ISI ને મોકલતો હતો ભારતની સંવેદનશીલ જાણકારી