Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat Nuclear power plant: પ્રધાનમંત્રીએ કાકરાપારાથી દેશવાસીઓને 2 વીજ પ્લાન્ટ કર્યા અર્પણ

12:04 AM Feb 23, 2024 | Aviraj Bagda

Surat Nuclear power plant: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi) ની ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. તેમણે સુરત જીલ્લાના કાકરાપાર ખાતે સ્વદેશી નિર્મિત ૭૦૦ મેગાવોટ (Megawatt) ની ક્ષમતાવાળા બે નવનિર્મિત વીજ પ્લાન્ટ દેશવાસીઓને અર્પણ કર્યા. આ બે યુનિટ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (Nuclear Power Corporation of India) દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.

  • પ્રધાનમંત્રીએ કામગીરીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું
  • પાવર પ્લાન્ટ પ્રધાનમંત્રીના હસ્તે દેશવાસીઓને સમર્પિત કરાયા
  • વીજળીનું ઉત્પાદન શરૂ કરેલ છે જે ગૌરવની બાબત
  • આ રીએક્ટરો હાલની સ્થાપિત પરમાણુ ઉર્જા ક્ષમતાને વધારશે

પ્રધાનમંત્રીએ કામગીરીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું

પ્રધાનમંત્રીને અણુવિદ્યુત મથક (Nuclear power plant) ના અધિકારીઓ દ્વારા અણુવિદ્યુત મથકની કાર્યરિતિઓ અંગે પ્રદર્શનના માધ્યમથી વિસ્તૃત વિગતો દ્વારા સમજ આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી (PM Modi) ની કંટ્રોલરૂમની મુલાકાત દરમિયાન તેમણે પ્લાન્ટમાં થતી કામગીરીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું.

પાવર પ્લાન્ટ પ્રધાનમંત્રીના હસ્તે દેશવાસીઓને સમર્પિત કરાયા

પ્રધાનમંત્રી (PM Modi) એ વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતી અદ્યતન સલામતી સુવિધાઓ ધરાવતું પ્રથમ પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) યુનિટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (Nuclear Power Corporation of India) દ્વારા કાકરાપાર ખાતેના અણુવિદ્યુત મથક (Nuclear power plant) માં સ્વદેશી નિર્મિત ૭૦૦/૭૦૦ મેગાવોટ (Megawatt) ના આ બે પાવર પ્લાન્ટ પ્રધાનમંત્રી (PM Modi) ના હસ્તે દેશવાસીઓને સમર્પિત કરાતા, યુનિટ ૩ અને ૪ સાથે કાકરાપાર અણુવિદ્યુત મથક (Nuclear power plant) ની ક્ષમતા ૧૮૪૦ મેગાવોટની થઈ જશે.

વીજળીનું ઉત્પાદન શરૂ કરેલ છે જે ગૌરવની બાબત

પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રીએક્ટર (PHWR) પદ્ધતિના આ બે યુનિટ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતિક છે. યુનિટ-૩ કાકરાપાર એટોમીક પાવર પ્રોજેક્ટ (KAPP-3, 700 MWe) તા.૩૦ ઓગષ્ટ-૨૦૨૩ થી કાર્યરત છે. અમલીકરણના વિવિધ તબક્કામાંથી પસાર થતુ આ યુનિટ ૧૬ સ્વદેશી ૭૦૦ મેગાવોટ PHWR ની શ્રેણીમાં સૌથી આગળ છે. જ્યારે તેનું ટ્વીન એકમ KAPP-૪ પણ પ્રધાનમંત્રી (PM Modi) ના આગમન સમયે ગ્રીડ સાથે જોડાઇ ગયું છે અને વીજળીનું ઉત્પાદન શરૂ કરેલ છે જે ગૌરવની બાબત છે.

આ રીએક્ટરો હાલની સ્થાપિત પરમાણુ ઉર્જા ક્ષમતાને વધારશે

ન્યુકલીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (Nuclear Power Corporation of India) હાલમાં ૭૪૮૦ મેગાવોટ (Megawatt) ની કુલ ક્ષમતા સાથે ૨૩ રિએક્ટર ચલાવે છે. વધુમાં, સ્વદેશી ૭૦૦ મેગાવોટ PHWR ટેકનોલોજીના ૧૫ રિએક્ટર અમલીકરણના વિવિધ તબક્કામાં છે. ૧૦૦૦ મેગાવોટ (Megawatt) ની ક્ષમતાવાળા ૪ લાઇટ વોટર રિએક્ટર (LWR) પણ કુડનકુલમ ખાતે રશિયન સહયોગથી નિર્માણાધીન છે. જે વર્ષ ૨૦૩૧/૩૨ સુધીમાં ક્રમશઃ પૂર્ણ થવાની ધારણા છે. આ રીએક્ટરો હાલની સ્થાપિત પરમાણુ ઉર્જા ક્ષમતાને ૭૪૮૦ મેગાવોટ (Megawatt) થી વધારીને ૨૨૪૮૦ મેગાવોટ કરશે.

અહેવાલ અક્ષય ભદાને

આ પણ વાંચો: Sabar Dairy Election: સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી જુના પેટા કાયદા મુજબ યોજવા હાઇકોર્ટનો આદેશ