+

Surat News : આજે વિશ્વ વન્યજીવ દિવસ, સુરતના જંગલ વિસ્તારમાં રહેતા વન્યપ્રાણીઓની ગણતરી કરવામાં આવી…

ચોથી ઓક્ટોબર એટલે કે વિશ્વ વન્યજીવ દિવસ,આ દિવસ ની દર વર્ષે વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે,જેના ભાગરૂપે આ વખતે પણ સુરત જિલ્લામાં 2023 ના વન્ય દિવસ ની…

ચોથી ઓક્ટોબર એટલે કે વિશ્વ વન્યજીવ દિવસ,આ દિવસ ની દર વર્ષે વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે,જેના ભાગરૂપે આ વખતે પણ સુરત જિલ્લામાં 2023 ના વન્ય દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી છે.વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી કરી તેના આંકડા બહાર પાડવામાં આવ્યા છે.પ્રાણીઓની વસ્તી ગણતરી મુજબ સુરતમાં દીપડાની સંખ્યા 100 ને પાર થઈ છે જ્યારે ઘુવડ ની 101 છે.અને જંગલી બિલાડીની વાત કરીએ તો તેની સંખ્યા 25,તેમજ ઝરખ 31 અને વણિયર 10 હોવાનો વન વિભાગની ગણતરી માં અંદાજ લગાવાયો છે.

દર વર્ષે સુરત શહેરમાં વિશ્વ વન્યદિવસની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વર્ષ 2023 માં પણ સુરતના જંગલ વિસ્તાર અને જંગલની બહારના વિસ્તારમાં રહેતા વન્યપ્રાણીઓની ગણતરી કરાઇ છે.જો કે આ ગણતરી મે- 2023 માં જ કરવામાં આવી હતી.આ ગણતરી મુજબ સુરત જિલ્લામાં દીપડાની સંખ્યા 100 ને પાર કરી ગઈ છે, 25 ટકા દીપડા (રેવન્યૂ વિસ્તાર) અને ખેતરો તેમજ સરકારી પડતર જગ્યામાં ઊગી નીકળેલા ઘાસચારા જેવા વિસ્તારમાં વસવાટ કરતા હોવાનું જણાઈ આવ્યું છે. એટલુંજ નહિ ત્યાર બાદ દીપડા સહિતના વન્ય પ્રાણીઓની પણ ગણતરી કરવામાં આવી હતી. સુરત વન વિભાગ દ્વારા 2023માં જિલ્લાના વન્ય વિસ્તારમાં દીપડાની સાથે જંગલી બિલાડી, ઝરખ, વણિયર સહિતના પ્રાણીઓની પણ હાજરી જોવા મળી છે. સુરતમાં થયેલી ચાર મહિના પહેલા ની ગણતરી મુજબ એક અંદાજે જંગલી બિલાડીની સંખ્યા 25 જેટલી છે.અને 31 જેટલા ઝરખ છે.તો વણિયરની સંખ્યા પણ 10થી વધુ છે.

આ ઉપરાંત પણ વન્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં અન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા હોવાનું અનુમાન લગાવાયું છે. જો સુરત જિલ્લા ની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ના ઉમરપાડા અને માંડવી, સાથે જ માંગરોળ સહિતના વિસ્તારમાં આવેલા જંગલોમાં ઘુવડ , દીપડા, જંગલી બિલાડી,અને ઝરખ સહિતના પ્રાણીઓ જોવા મળી રહ્યા છે.જો કે સ્થાનિકો મુજબ જંગલ વિસ્તાર ઘટી જતાં હવે દીપડા શિકારની શોધમાં ઘણી વખત શહેરી વિસ્તારની તદ્દન નજીક પણ આવી જતા ઘણી વાર જોવા મળ્યા છે.

બીજી બાજુ 35 દીપડામાં RFID ટેગ લગાડવામાં આવ્યા છે. કારણ કે સુરત જિલ્લામાં કુલ 100થી વધુ દીપડા વસવાટ કરી રહ્યા છે. હવે જંગલમાં વસતા દીપડાઓ પર નજર રાખવા માટે સરકાર દ્વારા RFID ટેગ લગાડવાનો આરંભ કરાયો છે.. દરમિયાન સુરત જિલ્લામાં નોંધાયેલા 100 દીપડા પૈકી 35 દીપડામાં ટેગ લગાડી દેવામાં આવ્યા છે, આ ઉપરાંત શહેરી વિસ્તારની નજદીક કે અન્ય વિસ્તાર માંથી ઝડપાતા દીપડાઓને ટેગ લગાડી જંગલમાં છોડવામાં આવી રહ્યા છે.

સુરત જિલ્લાના વન્ય પ્રાણીઓની સંખ્યા ની વાત કરીએ તો ૬50 જેટલા અન્ય પ્રાણીઓ છે તે સિવાય 100 દીપડા, 25 જેટલી જંગલી બિલાડી .31 ઝરખ અને વણિયર 10 જેટલા તેમજ 101 ઘુવડ છે.

ખેતરો અને પડતર સરકારી જગ્યામાં 22 દીપડાનો વસવાટ હોવાનું જણાઈ આવ્યું છે, ખેતરો અથવા સરકારી જગ્યામાં ઘાસચારા ઊગી નીકળતા હોય છે તો તેવા સ્થળે હવે ખેતરો અને પડતર સરકારી જગ્યામાં ગણતરી કર્યા બાદ કુલ 22 થી વધુ દીપડા વસવાટ કરતા હોવાનું વન વિભાગના રેકર્ડ પર નોંધાયું છે. આ સાથે વન વિભાગ દ્વારા સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારને ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે, જેમાં અભયારણ્ય વિસ્તાર, અભયારણ્ય બહારનો વિસ્તાર અને રેવન્યૂ વિસ્તાર નો સમાવેશ કરવામાં આવ્યો છે, હવે અભયારણ્ય વિસ્તાર અને બહારનો વિસ્તાર એટલે રિઝર્વ જંગલનો વિસ્તાર અને જંગલનો વિસ્તાર જ્યારે રેવન્યૂ વિસ્તાર એટલે શેરડી કે અન્ય ઊભા પાક જેવા ખેતરો આ તમામ માં મોટા ભાગે દેખાતા દીપડા ની વન વિભાગ દ્વારા ગણતરી કરી તેમના ટેગ લગાડવાની કામગીરી સજજ જોવા મળી રહી છે.

અહેવાલ : રાબિયા સાલેહ, સુરત

આ પણ વાંચો : Rajkot News : ભૂવાએ અંધશ્રદ્ધામાં 8 લાખ ખંખેર્યા, ‘મટન, દારૂ અને કુંવારી છોકરી આપવી પડશે’

Whatsapp share
facebook twitter