+

સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ

Nomination Form : સુરત (Surat) માં બે દિવસથી ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત લોકસભા બેઠક (Surat Lok Sabha Seat) ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર…

Nomination Form : સુરત (Surat) માં બે દિવસથી ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત લોકસભા બેઠક (Surat Lok Sabha Seat) ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) નું ઉમેદવારી ફોર્મ રદ (Nomination Form Cancelled) કરવામાં આવ્યું છે.

નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ

લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પાર્ટી માટે ખરાબ સમાચાર આવ્યા છે. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ (Nomination Form) રદ કરાયું છે. ભાજપે ફરિયાદ કરી હતી કે ટેકેદારોની સહીમાં ધાંધલી કરવામાં આવી છે. સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના નિલેશ કુંભાણીની ઉમેદવારી જોખમમાં હોવા પાછળનું કારણ ત્રણ ટેકેદારો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેઓએ ઉમેદવારના ઉમેદવારી પત્રો પર સહી કરી નથી. ટેકેદારોએ જિલ્લા ચૂંટણી અધિકારી (DEO)ને આપેલા સોગંદનામામાં આ દાવો કર્યો છે. DEO સૌરભ પારધીએ શનિવારે કુંભાણી પાસેથી આ મુદ્દે સ્પષ્ટતા માંગી હતી અને તેમના ઉમેદવારી પત્રો પર કોઈ નિર્ણય લેતા પહેલા તેમને રવિવારે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો.

સુરતમાં કોંગ્રેસની સ્થિતિ લડ્યા વિના જ મેદાન છોડવું પડે તેવી

સુરતમાં કોંગ્રેસની સ્થિતિ લડ્યા વિના જ મેદાન છોડવું પડે તેવી બની ગઇ છે. જીહા, નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ હવે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં 23 બેઠકો પર લોકસભાની ચૂંટણી લડી શકશે. તાજેતરમાં સુરત બેઠક પરથી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું અને તે સિવાય આમ આદમી પાર્ટી માટે બે બેઠકો (ભરૂચ અને ભાવનગર) પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા નથી. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા પાછળ કારણ આપવામાં આવ્યું છે કે, ટેકેદારો જે ફોર્મમાં સહી કરતા હોય છે તેમની સહીની વ્યસંગતતાનો મામલો સામે આવ્યો ત્યારબાદ તે મુદ્દાનો ખુલાસો કરવા માટેે કોંગ્રેસ પાર્ટીએ સમય માગ્યો ત્યારે તે સમયગાળા દરમિયાન ચૂંટણી અધિકારી સામે આ ટેકેદારો હાજર ન થઇ શક્યા. અંતે ચૂંટણી અધિકારીએ સુરતના લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું છે.

વધુ માહિતી માટે જુઓ નીચે આપેલો Video

આ પણ વાંચો – સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા, શું નિલેશ કુંભાણી છે કોંગ્રેસનો ગદ્દાર ?

આ પણ વાંચો – Nilesh Kumbhani : સુરતમાં રાજકીય ભૂકંપ! કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવા એંધાણ, જાણો શું છે મામલો ?

Whatsapp share
facebook twitter