+

Surat : કરુણા દવા બેંકનો પ્રારંભ,જરૂરિયાતમંદોને વિના મૂલ્યે અપાશે દવા

અહેવાલ-રાબિયા સાલેહ -સુરત   સુરતમાં કરુણા દવા બેન્ક માંથી જરૂરિયાતમંદો ને વિના મૂલ્યે મળે છે દવા,લોકો હવે નકામી દવા ફેંકી દેવાને બદલે જરૂરિયાતમંદ લોકો સુધી પોહચાડી સેવાનું કાર્ય કરી રહ્યા…

અહેવાલ-રાબિયા સાલેહ -સુરત

 

સુરતમાં કરુણા દવા બેન્ક માંથી જરૂરિયાતમંદો ને વિના મૂલ્યે મળે છે દવા,લોકો હવે નકામી દવા ફેંકી દેવાને બદલે જરૂરિયાતમંદ લોકો સુધી પોહચાડી સેવાનું કાર્ય કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે..કરુણા સંસ્થા દ્વારા ઘરે આવી નકામી દવા લઇ જવામાં આવી રહી છે.સાથે જ કેટલાક લોકો જરૂરિયાત મંદ લોકો માટે દવા કરુણા દવા બેંક માં આપી અન્ય લોકો ને મફત માં દવા આપવાનું કામ કરે છે.

સુરત શહેરમાં કરુણા સંસ્થા દ્વારા કરુણા દવા બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો છે..આ દવા બેન્ક દ્વારા જરૂરિયાતમંદોને વિના મૂલ્યે દવા આપવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો દ્વારા દવા ખરીદ્યા બાદ બચેલી દવા પોતે કરુણા ડવ બેંક માં આપવા આવે છે.અને ત્યાર બાદ આ દવા જરૂરિયાતમંદો સુધી વિતરિત કરવામાં આવે છે.આ અંગે કરુણા દવા બેંકના પ્રમુખ એવા ધરણેન્દ્ર સંઘવી ભાઈ એ જણાવ્યું હતું કે કરુણા દવા બેંક નો પહેલો નિયમ એ છે કે મફત દવા મેળવવા માટે ડોકટરનું પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત રજૂ કરવાનું રહેશે,જે ના બે દિવસ બાદ દર્દીના સબંધી ને બોલાવી તેની દવા આપવામાં આવે છે. કેટલીક વાર ડવ ના પટ્ટા માંથી એક બે ટીકડી લીધા બાદ આંખું દવા નું પત્તુ પડી રહેતું હોય છે.જેથી આવી દવા ઓને ઉપયોગમાં લેવા માટે લોકો તેને કરુણા દવા બેન્ક માં આપી જાય છે.અને ત્યાર બાદ સંસ્થા દ્વારા વેસ્ટ હોય તેને નામ પ્રમાણે છૂટું પાડી બેસ્ટ બનાવી જરૂરિયાત મંડ લોકો માટે મૂકી દેવામાં આવે છે.

 

ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ દવા બેંકમાંથી વિનામૂલ્યે એટલે કે મફતમાં દવા વિતરણ કરવામાં આવે છે.જો કે પહેલા શરૂઆત કરુણા દવા બેંકમાં વોટ્સએપ પર થી કરવામાં એવી હતી,જેને દવાની જરૂર હોય તે વ્યક્તિ એ દવા નું પ્રિસ્ક્રિપ્શન સંસ્થાના વોટ્સએપ નંબર 9328933303 પર મોકલવાનું રહેતું હતું.પરંતુ વિતરણ વધ્યા બાદ હવે લોકો રૂબરૂ દવા લઈ જાય છે.બ્રાન્ડની સમાન દવા અથવા બીજી બ્રાન્ડની દવા જે ઉપલબ્ધ હોય તે જરૂરિયાત મંડ ને મફત માં આપવામાં આવે છે.

સુરત ની એક માત્ર એવી જગ્યા જ્યાં મોંઘીદાટ દવા મફત આપવામાં આવે છે.કેંસર,ટીબી અને થાઈરોઈડ ની દવા પણ ફ્રી ઓફ ચાર્જ મળે છે. એજ દવા અન્ય સ્થળે થી લેતા ખૂબજ મોટો ખર્ચો થાય છે.કરુણા દવા બેંકમાં નાત જાત ના ભેદ ભાવ વગર ડોકટર ના પ્રિસ્ક્રિપ્શન ની ઝેરોક્ષ આપી સરળતા થી દવા મેળવી શકાય છે…

આ પણ વાંચો-GUJARAT: CM ભુપેન્દ્રભાઈ પટેલના સુશાસનથી સફળતાની સિદ્ધિનું એક વર્ષ

 

Whatsapp share
facebook twitter