Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરત :લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવતી ગેંગ પાંજરે પુરાઈ

09:33 AM Apr 29, 2023 | Hiren Dave

અહેવાલ -રાબિયા સાલેહ ,સુરત

સુરત શહેરમાં બેંકમાં રૂપિયા જમા કરાવવાનું કહી ઓરીજનલ રૂપિયા ની જગ્યા એ કાગળની ગડ્ડી પધરાવનારી ગેંગ ને આખરે કાપોદ્રા પોલીસે પકડી પાડી છે ગેંગ ની ઉંદર પૂર્વક પૂછપરછ શરૂ કરાય છે જો તમે બેન્ક માં રૂપિયા ભરવા જાવ તો સાવધાન રહેજો,સુરત માં ઠગબાજો અનેક લોકો ને લાલચ આપી ભોળવી છેતરપીંડી કરી રૂપિયા લઈ નાસી જાય છે તેવી ઘટના સામે આવે છે

સુરત ના કાપોદ્રા વિસ્તારમાં પણ આ પ્રકાર ની ઘટના સામે આવી છે, આ અંગે એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે કાપોદ્રા વિસ્તારમાં 19મી તારીખે સવારે રત્નકલાકાર હિતેશ બેંકમાં પૈસા ભરવા માટે ગયો હતો,બેંક માં રૂપિયા જમા કરાવવા લાઇન માં ઊભો હતો તે વખતે એક ગઠીયો પાછળ ઊભેલો હતો.ગઠીયાએ હિતેશને કહ્યું કે મારી પાસે 1.80 લાખની રકમ છે, જો કે મને બેંક ખાતા નંબર યાદ નથી, મારી મદદ કર એમ કહી બહાર લઈ ગયો હતો, બહાર અન્ય એક ગઠીયો ઊભેલો હતો. બેંકમાં મળેલા શબ્સે કહ્યું કે આ મારો મિત્ર છે અને તેની માતા યુપીમાં રહે અને તે બિમાર છે. મારા મિત્રને પૈસાની જરૂર છે અને તેને મળવા માટે યુપી જવું છે.

રત્નકલાકારને વિશ્વાસમાં લઈ રૂમાલમાં વિટાળેલા 1.80 લાખની રકમ આપી છે એમ કહીને તેની પાસેથી 30 હજારની રકમ પડાવી ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. રત્નકલાકારે બેંકમાં રૂપિયા ભરવા માટે રૂમાલ ખોલ્યો તો તેમાંથી કાગળની નોટો મળી હતી.છેતરાયા હોવાનું જણાતા ફરિયાદી એ કાપોદ્રા પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક લોકો ને છેતરતી ગેંગ ના મિતેષભાઇ વામનભાઇ રાઠોડ , કમલેશભાઇ ઉર્ફે રાજશા સત્યનારાયણ તીવારી અને વિનયસિંગ અનિલસિંગ રાજપુત ને ઝડપી પાડ્યા હતા

ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડતા સુરત શહેરના 9 ગુના ઉકેલાઇ ગયા છે,આ ગેંગનો મુખ્ય આરોપી મિતેષ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા મળેલી છે. જોકે તે પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો. આ ગેંગ એટીએમ ખાતે રૂપિયા ઉપાડવા જતા લોકોને ટાર્ગેટ કરી છેતરપિંડી આચરતા હતા.બેન્ક માં રૂપિયા ભરવા આવતા લોકો ને યુક્તિ પ્રયુક્તિ થી છેતરી રૂપિયા પડાવી લેતા હતા જેથી ત્રણે સામે કાપોદ્રા માં ગુનો નોંધાયો હતો, કાપોદ્રા હીરાબાગ સર્કલ પાસે બેંકમાં રૂપિયા ભરવા ગયેલા રત્નકલાકારને બે ગઠીયાઓએ રૂ 1 લાખ 80 હજારની રકમ ખાતા માં ભરવાનું કહી યુવક પાસેથી 30 હજારની રકમ લઈ રૂમાલમાં કાગળની નોટો પધરાવી ભાગી ગયા હતા.જે બાદ પોલીસે પોતાની તપાસ તેજ કરી ટીમો બનાવી તમામ ને જેલ ભેગા કર્યા છે.

આ પણ  વાંચો- ગુજરાતના અનેક વિસ્તારમાં ભરઉનાળે છવાયો વરસાદી માહોલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ