+

Surat: ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના કામરેજમાં દરોડા, કેમિકલ ચોરીનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું

Gandhinagar State Monitoring Cell Rain in Surat: ગુજરાતમાં અત્યારે અનેક કૌભાંડ સામે આવ્યા છે. નોંધનીય છે કે, આ મામલે કાર્યવાહી પણ થઈ રહીં છે. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુરતના…

Gandhinagar State Monitoring Cell Rain in Surat: ગુજરાતમાં અત્યારે અનેક કૌભાંડ સામે આવ્યા છે. નોંધનીય છે કે, આ મામલે કાર્યવાહી પણ થઈ રહીં છે. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુરતના કામરેજમાં દરોડા પાડવામાં આવ્યા છે. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે SMCએ કેમિકલ ચોરીનું સૌથી મોટું કૌભાંડ ઝડપી પાડ્યું. કાર્યવાહીમાં 79 લાખના કેમિકલ સહિત 1.11 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અત્યારે રાજ્યમાં કૌભાંડનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.

કેમિકલ માફિયા રાણા ભરવાડ અને તેના પાર્ટનર સહિત 7 વોન્ટેડ

તમને જણાવી દઇએ કે, મુદ્દામાલ સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, કેમિકલ માફિયા રાણા ભરવાડ અને તેના પાર્ટનર સહિત 7 વોન્ટેડ આ કૌભાંડમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે, 10 વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેથી હવે આ કૌભાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રો દ્વાર મળતી જાણકારી પ્રમાણે Gandhinagar State Monitoring Cell દ્વારા સ્થાનિક પોલીસની ભૂમિકાની તપાસ પણ શરુ કરવામાં આવી છે.

સુરતમાં GST વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ

નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા એક જ મહિનામાં સુરત (Surat)માં જ બે થી ત્રણ કૌભાંડ સામે આવ્યા છે. તેમને જણાવી દઈએ કે, હમણાં મોડાસામાં નકલી કચેરી ઝડપાઈ હતી. સુરતમાંથી પણ એક બોગસ બિલિંગના આધારે ઓવર વેલ્યુએશનનું કૌભાંડ (Overvaluation Scam) સામે આવ્યું હતું. જેથી ટેક્સટાઈલ માર્કેટમાં GST વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. મળતી વિગતો પ્રમાણે બિલ પર રૂપિયા 40ની સાડીનો ભાવ 400 થી 500 દર્શાવી એક્સપોર્ટ કરવામાં આવતો હતો. જેથા કૌભાંડની વિગતો સામે આવતા અત્યારે સમગ્ર મામલે GST વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, અત્યારે SMC દ્વારા કૌભાંડ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહીં છે.

આ પણ વાંચો: Vadodara: શિનોરના દિવેરમાં પતિએ મોતને ઘાટ ઉતારી, છ વર્ષ પહેલા જ થયા હતા પ્રેમલગ્ન

આ પણ વાંચો: Porbandar: પરિવારની ચારધામ યાત્રા ચોરોને ફળી! દાગીના સહિત 40 હજારથી થઈ ચોરી

આ પણ વાંચો: vadodara: પિકનિકની મજા ભારે પડી! દિવેરમાં નહાવા પડેલા બે યુવાનો ડૂબી જતા થયા લાપતા

Whatsapp share
facebook twitter