+

સુરત : તાવમાં સપડાયેલી ૪ વર્ષીય બાળકીનું મોત, પરિવાર શોકમાં ગરકાવ 

SURAT : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ખાતે રહેતી ૪ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. બાળકી તાવમાં સપડાઈ હતી અને બાદમાં સારવાર દરમ્યાન બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીના મોતને લઈને…
SURAT : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ખાતે રહેતી ૪ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. બાળકી તાવમાં સપડાઈ હતી અને બાદમાં સારવાર દરમ્યાન બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
મળતી માહિતી મુજબ SURAT જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ખાતે રહેતી ૪ વર્ષીય સુભાશ્રી અક્ષય પરીડાને ગત ૨૬ જાન્યુઆરીના રોજ તાવ આવ્યો હતો. જેથી તેણીને સાયણ તેમજ સુરત શહેરની અલગ અલગ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ ગત ૨૮ જાન્યુઆરીના રોજ સવારે સ્મીમેર હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે લાવવામાં આવી હતી જ્યાં તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
અહેવાલ – ઉદય જાદવ 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.ગુજરાત ફર્સ્ટ લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter