+

Surat crime: ઘરેલુ ગેસ બોટલમાંથી ભરાતી હતી અન્ય કંપનીની બોટલ

સુરત: શહેરમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કૌભાંડ Surat crime વધી રહ્યું હોય એમ એક પછી એક બનાવ પ્રકાશમાં આવી રહ્યા છે. સુરતના Surat crime વરાછા સહિતના વિસ્તારોમાં આના સૌથી વધુ કેસ…
સુરત: શહેરમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કૌભાંડ Surat crime વધી રહ્યું હોય એમ એક પછી એક બનાવ પ્રકાશમાં આવી રહ્યા છે. સુરતના Surat crime વરાછા સહિતના વિસ્તારોમાં આના સૌથી વધુ કેસ નોંધાય રહ્યા છે. જેમાં પ્રથમ કાપોદ્રામાં આરોપીની ધરપકડના બે દિવસ બાદ જ સરથાણા વિસ્તારમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ Surat crime ઝડપાયું છે.

50થી વધુ ગેસની બોટલ કબજે

સરથાણા લાસકાણા વિસ્તારમાંથી ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું હતું. અલગ અલગ ગેસની બોટલમાંથી રીફિલિંગ કરાઈ રહ્યાની ફરિયાદ ઉઠવા પામી હતી.  પારસ ગુર્જર નામનો વ્યક્તિ ગેસ રીફિલિંગ કરતો હતો. પોલીસે અલગ અલગ કંપનીની 50થી વધુ ગેસની બોટલ કબજે કરી ગેસ રીફિલિંગ કરનાર પારસ ગુર્જરની ધરપકડ કરી હતી. તેમજ તેની પાસેથી અંદાજીત 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દુકાન પર છાપો મારી સમગ્ર નેટવર્ક ઝડપી પાડ્યું હતું

આ પહેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરવામાં આવતા નેટવર્કનો પર્દાફાસ કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ગેસ સર્વિસની આડમાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રીફિલિંગ કરવામાં આવતું હતું. પોલીસે દુકાન પર છાપો મારી સમગ્ર નેટવર્ક ઝડપી પાડ્યું હતું અને બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
Whatsapp share
facebook twitter