+

Surat : સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં, દર્દીના સગા જ બન્યા દર્દી

Surat News : સુરતની નવી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) તંત્ર જાણે ખખડજ બની હોય તેમ હવે સીલીંગના પંખા પણ નીચે પડતા લોકોને લોહી લુહાણ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલની જૂની…

Surat News : સુરતની નવી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) તંત્ર જાણે ખખડજ બની હોય તેમ હવે સીલીંગના પંખા પણ નીચે પડતા લોકોને લોહી લુહાણ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના ચોથા માળે વોર્ડમાં પંખો (Fan) તૂટી પડયો હતો. પંખો પલંગ પર સુતેલા દર્દી (Patient) ના માતા પર પડતા ગંભીર ઈજાઓ આવતા તેઓ પોતે જ હવે દર્દી બની ગયા છે.

સુરત (Surat) ની સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીના સગા પણ સલામત નથી. દર્દીની માતાએ સારવાર લેવાનો વારો આવ્યો છે. આ અંગે દર્દીના માતાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ની જૂની બિલ્ડીંગ (Old Building) ના ચોથા માળના જે ચોથા વોર્ડમાં પંખો પડતા માથામાં ઈજા પહોંચી હતી. જેથી પોતે પણ હવે દર્દી બની ગયા છે. અચાનક પંખો પડ્યો જેનાથી અન્ય દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા. તબીબી તંત્ર દ્વારા પીઆઇયુ ઈલેક્ટ્રીક વિભાગને પંખાની તપાસ માટેના આદેશ આપતા કામગીરી શરું કરી દેવાઈ છે. નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) ના બિલ્ડીંગના ચોથા માળના જે ચોથા વોર્ડમાં કડોદરાના 55 વર્ષીય, વર્ષાબેન રમેશભાઈ રાઠોડના પુત્ર 25 વર્ષીય જીગ્નેશ ટીબીની બિમારી કારણે સારવાર લઈ રહ્યો હતો.

જીગ્નેશના સાર-સંભાળ માટે માતા વર્ષાબેન વોર્ડમાં હાજર હતા. તે વખતે વર્ષાબેન પર ચાલુ હવા ફેંકતો પંખો તૂટીને પડ્યો હતો. જેના પગલે વર્ષાબેનના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ સિવિલ તંત્રને થઈ હતી. તબીબી તંત્ર દ્વારા પીઆઇયુ ઇલેક્ટ્રીક વિભાગને તમામ પંખાની તપાસ માટેનો આદેશ આપવામાં આવ્યા હતા. જેને લઈને હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ એક દર્દીના સગા પર પંખો પડવાની ઘટના બાદ હવે અન્ય દર્દીઓનો જીવ અદ્ધર થયો છે.

અહેવાલ – રાબિયા સાલેહ

આ પણ વાંચો – રાજકોટમાં ખાખીને ફરી લાગ્યો દાગ ? જાણો વિગત

આ પણ વાંચો – વડોદરા શહેરમાં બે કોમ વચ્ચે જૂથ થયું અથડામણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter