+

SURAT : પડોસી જ બાળકને ઉપાડી જતા વિસ્તારમાં ચકચાર, સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે

અહેવાલ – રાબિયા સાલેહ, સુરત પાંડેસરા વિસ્તારમાં પડોસી બાળકને ઉપાડી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો,જે બાદ બાળકના અપહરણના મામલાને ગંભીરતા થી લઇ પાંડેસરા પોલીસે તપાસ તેજ કરતા આખરે આરોપીઓને…
અહેવાલ – રાબિયા સાલેહ, સુરત
પાંડેસરા વિસ્તારમાં પડોસી બાળકને ઉપાડી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો,જે બાદ બાળકના અપહરણના મામલાને ગંભીરતા થી લઇ પાંડેસરા પોલીસે તપાસ તેજ કરતા આખરે આરોપીઓને પકડી બાળકને મુક્ત કરાવી પરિવારને સોંપવામાં આવ્યો છે. થોડા દિવસો આગાઉ એક દંપતી દ્વારા સંબંધીના ઘરે બાળકને લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી બાળકને બહાર ફરવાનું થઈ જશે કહી પાંડેસરાના વડોદ ગામના ૩ વર્ષના બાળકનું પડોશી દંપતી દ્વારા અપહરણ કરાયું હતું.  દંપતી દ્વારા માસુમ બાળકને ઉપાડી જતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરીને દંપતીને પંજાબ રાજ્યમાંથી પકડી કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના પાંડેસરા ખાતે આવેલા વડોદ ગામ ખાતે રહેતા મૂળ યુપીના વતની એવા સુરતના પાંડેસરા ખાતે એક માતા સ્થાઈ થઇ છે, જેમને સંતાનમાં બે બાળક છે. જેમાં ૬ વર્ષની મોટી પુત્રી અને ૩ વર્ષનો નાનો દીકરો છે. ત્યારે ભોગ બનનાર માતા છેલ્લા છ માસથી પતિથી અલગ બાળકો સાથે એકલા રહે છે.  ગત તા. ૧૫-૧૦-૨૩ રોજ સવારે ૧૧ વાગ્યે ભોગ બનનાર માતાના બંને બાળકો ઘરમાં રમતા હતા ત્યારે પડોશમાં રહેતા જિતેન્દ્ર રાવની પત્ની તેઓના ઘરે આવ્યા હતા.
મહિલાને ૨ વર્ષના દીકરાને નવડાવવા માટે સાથે જ તેને બહાર ફરવા લઈ જવા માટેની લાલચ આપી તેને ખુશ કરવાના નામે આરોપી દંપતી તેને પોતાના ઘરે લઇ ગયા હતા, અને નવા કપડાં પહેરાવી બાળકને તૈયાર કર્યો હતો. ત્યાર બાદ આરોપી દંપતીએ હાઉસિંગ ખાતે સંબંધીના ઘરે જવાનું બાળક ની માતા ને કહ્યું.પોતાના પુત્રને બહાર જતા અને ખુશ થતા જોઇ મહિલા શોક માં ત્યારે મુકાઈ જ્યારે બે કલાક થયા બાદ પણ દંપતી પરત ન ફર્યા જે બાદ આરોપી જિતેન્દ્રનો ફોન નંબર ડાયલ કરતા ફોન બંધ આવતા માતા ગભરાઈ ગઈ હતી. ભારે શોધખોળ બાદ પણ પુત્ર ન મળતા પડોશી દંપતી અપહરણ કરી ગયાનું ભાન થતાં મહિલા એ પોલીસનો સંપર્ક કર્યો હતો.
બાળકના અપહરણનો સમગ્ર મામલો સુરતના પાંડેસરા પોલીસમાં પહોંચ્યો હતો. આ અંગે પાંડેસરા પોલીસ એ જણાવ્યું હતું કે આરોપી દંપતી જિતેન્દ્ર અને તેની પત્ની બે માસથી પાંડેસરામાં ભાડેથી રહેતા હતા. તેઓને સંતાનમાં બે દીકરી છે, પરંતુ તેઓને દીકરાની ખોટ નડતી હતી. જો કે હાલ જિતેન્દ્રની પત્ની સગર્ભા છે અને હાલ સાત માસનો તેને ગર્ભ છે. બારેક દિવસ પહેલાં જિતેન્દ્રની પત્નીએ મજાક-મસ્તીમાં અપહરણ કરેલા બાળકની માતાને કહ્યું હતું કે, ” તારે તારો દીકરો વેચવો છે? હું તેને રાખવા ઇચ્છું છું ” એવું કહેતા ” ભોગ બનનાર ઘસીને ના પાડી દીધી હતી. જો કે ત્યાર બાદ પણ આરોપી મહિલા વારંવાર પુત્રને રમાડવા જતી હતી. તેણીને પુત્ર ખૂબ જ ગમતો હતો.
હાલ પાંડેસરા પોલીસે અપહરણ કરનાર દંપતી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,જિતેન્દ્ર રાવ અને તેની પત્ની સામે અપહરણનો ગુનો નોંધી પાંડેસરા પોલીસે કાર્યવાહી કરી બાળકને તેની માતાને સોંપ્યો છે.

આ પણ વાંચો — ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા,નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter