Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SURAT : ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયા નેટવર્ક મજબૂત કરવા BJP નો પ્રયાસ, CR પાટીલની હાજરીમાં આ ખાસ આયોજન

08:33 PM Mar 23, 2024 | Vipul Sen

સુરતના (SURAT) ડુમસ સ્થિત હોટેલ ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આયોજિત સાઉથ ગુજરાત સોશિયલ મીડિયા મીટના આયોજન પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે (CR Patil) ઉપસ્થિત રહી સૌ કાર્યકરોને આગામી લોકસભાની ચૂંટણી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોષ, વન પર્યાવરણમંત્રી મુકેશ પટેલ તેમ જ શહેરના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાતની 26 બેઠકો પર લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) યોજાવાની છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે (CR Patil) પણ તમામ બેઠકો જંગી મતોની લીડથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. આ તમામ બેઠકો કબ્જે કરવા ભાજપ (BJP) દ્વારા ઝંઝાવાતી પ્રચાર-પ્રસાર શરૂ કર્યો છે. જે માટે ભાજપ દ્વારા પોતાની સાઉથ ગુજરાત સોશિયલ મીડિયા ટીમને એક્ટિવ કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી કઈ રીતે જીતી શકાય અને ભાજપનો વધુથી વધુ પ્રચાર થાય તે માટે સોશિયલ મીડિયા ટીમને એક્ટિવ કરવા માટે ખાસ સુરતના (SURAT) ડુમ્મસ સ્થિત હોટેલ ખાતે સાઉથ ગુજરાત સોશિયલ મીડિયા મીટનું (South Gujarat Social Media Meet) આયોજન કરાયું હતું.

સોશિયલ મીડિયા નેટવર્ક વધુ મજબૂત બનાવવા પ્રયાસ

આ મીટમાં અલગ-અલગ જિલ્લાઓમાંથી સોશિયલ મીડિયા ટીમ (BJP social media team) હાજર રહી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલ આ મીટમાં સુરત લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રીય રેલ રાજ્ય તેમ જ ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોષ (Darshana Jardosh), વન પર્યાવરણમંત્રી મુકેશ પટેલ (Mukesh Patel) સહિત શહેરના અન્ય ધારાસભ્યો હાજર રહ્યા હતા.

સુરતમાં સાઉથ ગુજરાત સોશિયલ મીડિયા મીટ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા સાઉથ ગુજરાત સોશિયલ મીડિયા મીટમાં ઉપસ્થિત રહેલા ભાજપની સોશિયલ મીડિયા ટીમને ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પરંતુ આગામી લોકસભાની ચૂંટણીને રહી મહત્ત્વના સૂચનો પણ કરવામાં આવ્યા હતા. ભાજપ તમામ 26 બેઠકો પર જંગી મતોની લીડથી ભવ્ય જીત હાંસલ કરે તે દિશામાં સોશિયલ મીડિયા નેટવર્ક વધુ મજબૂત બનાવવા માટેના પ્રયાસ કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો – Gujarat BJP : લોકસભાની ચૂંટણી પહેલા આ 4 બેઠકો હાલ ઘણી ચર્ચામાં, ક્યાંક BJP ઉમેદવારોની પીછેહઠ તો ક્યાંક કરાયા દાવા!

આ પણ વાંચો – BJP : ભીખાજી ઠાકોર અને મિતેશ પટેલે આખરે શું કહ્યું

આ પણ વાંચો – VADODARA :રંજનબેન ભટ્ટની ચૂંટણી લડવાની અનિચ્છા બાદ સોશિયલ મીડિયામાં કોમેન્ટ્સનો મારો