Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat BJP Program: સી. આર. પાટીલની અધ્યક્ષતામાં માછી સમાજે સ્નેહમિલનનું કર્યું આયોજન

11:10 PM Apr 11, 2024 | Aviraj Bagda

Surat BJP Program: લોકસભા ચૂંટણી 2024 ને લઈ ભાજપ દ્વારા જોરશોરથી ગુજરાતમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના ખૂણે-ખૂણે ભાજપના નેતાઓ અને કાર્યકારો વિવિધ માધ્યમથી જનસંપર્કનો કાર્યક્રમનું આયોજન કરી ભાજપને વોટ આપવા માટે લોકો સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ સુરતના બુડિયા ચોકડી પાસે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • સુરતમાં માછી સમાજે સ્નેહમિલનનું આયોજન કર્યું
  • આયોજનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા
  • યુવાઓ માટે પીએમ બન્યા જામીન

Surat BJP Program

મળતી માહિતી મુજબ, સુરતના બુડિયા ચોકડી વિસ્તારમાં રામજી વાડીમાં માછી સમાજ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માછી સમાજના આગેવાનો અને કાર્યકારો ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત માછી સમાજના સુરતમા રહેતા તમામ લોકો પણ આ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ. પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

યુવાઓ માટે પીએમ બન્યા જામીન

Surat BJP Program

આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાધન માટે જે કર્યું છે, તે કોઈ પાર્ટીએ કર્યું નથી. આ કાર્ય દેશની વિકાસયાત્રામાં એક આગવું પગલું સાબિત થશે. તે ઉપરાંત પીએમ મોદીએ યુવાઓ માટે લોન પણ વગર લોન વ્યાજે આપવાની સુવિધા કરી આપી છે. પરંતુ જ્યારે બેંકે કહ્યું કે, લોન મેળવવા માટે જામીન જાહેક કરવા જરૂરી છે. ત્યારે પીએમ મોદીએ કહ્યું કે, દેશના યુવાઓ પ્રમાણિક છે, હું તેમના માટે જામીન બનીશ.

આ પણ વાંચો: BHARUCH : ઇદના તહેવારને લઈ મુલાકાત ન થતા જેલ બહાર જ કેદીના પરિવારે મચાવ્યો હોબાળો

આ પણ વાંચો: Surat rape: ભાડૂતી રહેતી, એસ.ટીમાં સવારી કરતી યુવતી સાથે બસ ચાલકનું દુષ્કૃત્ય

આ પણ વાંચો: Parshottam Rupala નો બેબાક હૂંકાર, કહ્યું – ફાનૂસ બનકે જિસકી હિફાઝત હવા કરે…..