Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SURAT : અંત્રોલી ખાતે સરદાર ધામનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો

04:56 PM Feb 04, 2024 | Harsh Bhatt

સુરતના અંત્રોલી ખાતે સરદાર ધામનો ભૂમિ પૂંજન કાર્યક્રમ યોજાયો હતો. ૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સરદાર ધામના ભૂમિ પૂજન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ,ગૃહ મંત્રી હર્ષ સંઘવી,પાટીદાર સમાજના દાતાઓ તેમજ પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સુરતના કામરેજ તાલુકાના અંત્રોલી ખાતે સરદાર ધામનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા,કેન્દ્રીય પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી,શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરિયા સહિત રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા,કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર સરદાર ધામના ભૂમિ પૂંજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારે કાર્યક્રમમાં સરદાર ધામ તૈયાર કરવામાં માટે લાખો-કરોડો રૂપિયાનું દાન આપનાર દાનવીરોનું મંચ ઉપર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ સરદાર ધામના ભૂમિ પૂજનને લઈ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો તેમજ પાટીદાર સમાજને અભિનંદન પાઠવ્યા હતા.

કામરેજના અંત્રોલી ગામની સીમમાં ૩૧ વિગા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર થનાર સરદાર ધામમાં તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. પહેલા ફેઝમાં ૫૦૦ કરોડના ખર્ચે સરદાર ધામ તૈયાર કરવામાં આવશે જેમાં ૨૦૦૦ દીકરા-દીકરીઓ માટે છાત્રાલય,સિવિલ સર્વિસ કેન્દ્ર,જ્યુડીશરી,સપોર્ટ કોમ્પલેક્ષ,ડિફેન્સ એકેડેમી,સ્કીલ ડેવલપમેન્ટ,વર્કશોપ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. સરદાર ધામના મુખ્ય દાતા જયંતીભાઈ બાબરીયા,સરદાર ધામના પ્રમુખ ગગજી ભાઈ સુતરીયા અને અગ્રણી દાતાઓના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપુંજન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.

અહેવાલ – ઉદય જાદવ 

આ પણ વાંચો — Cyber Cell Dwarka: આંતર રાજ્ય Cyber Crime એ 14 કુખ્યાત આરોપીઓનો કર્યો પર્દાફાશ