Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat Bank Of Baroda Scam: ગામલોકોએ નકલી ઘરેણાં બતાવી બેંક પાસેથી અસલી નાણાં પડાવ્યા

05:00 PM Mar 29, 2024 | Aviraj Bagda
Surat Bank Of Baroda Scam: સુરત (Surat) માં બેન્ક ઑફ બરોડ (Bank Of Baroda) સાથે ગ્રાહકો દ્વારા લાખોની છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. સુરત (Surat) માં આવેલી બેન્ક ઑફ બરોડા (Bank Of Baroda) માં સોના ઘરેણાં પર લોન મેળવી બેંક પાસેથી લાખોની ઉચાપત કરી છે. ચોલો જોઈએ સમગ્ર મામલો આગળ અહેવાલમાં….
  • નકલી ઘરેણાં બેંકમાં મૂકી નાણાંની ઉચાપત કરી
  • કુલ 17 જેટલા ગ્રાહકોએ બેંક પાસેથી કુલ 89 લાખ પડાવ્યા
  • કીમ પોલીસ દ્વારા કુલ 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી
સુરત (Surat) નાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલી બેંક ઑફ બરોડા (Bank Of Baroda) માં ગ્રહકો દ્વારા સોના (Gold) ના ઘરેણાં મૂકીને લોન મેળવવામાં આવી હતી. ગ્રામ વિસ્તારમાં આવેલી Bank Of Baroda બેંકમાં અલગ-અલગ ગ્રાહકો દ્વારા સોના  (Gold) ના ઘરેણાં બેંકમાં ઉધાર મૂકી લાખોના નાણાં મેળવ્યા હતા. આશરે કુલ 17 જેટલા ગ્રાહકો દ્વારા બેંક (Bank Of Baroda) માં સોનાના ઘરેણાં મૂકવામાં આવ્યા હતા.

કુલ 17 જેટલા ગ્રાહકોએ બેંક પાસેથી કુલ 89 લાખ પડાવ્યા

જોકે વાર્ષીક ઓડિટમાં બેંક (Bank Of Baroda) માં ગ્રાહકો દ્વારા મૂકવામાં આવેલા સોના (Gold) ના ઘરેણાંની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે માલૂલ પડ્યું હતું કે, કુલ 17 જેટલા ગ્રાહકો દ્વારા સોના (Gold) ના ઘરેણાં નકલી છે. તેમણે નકલી ઘરેણાં બતાવી બેંક (Bank Of Baroda) પાસેથી આશરે કુલ 89 લાખ જેટલા નાણાંની ઉચાપત કરવામાં આવી છે.

Surat Bank Of Baroda Scam

કીમ પોલીસ દ્વારા કુલ 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી

જોકે આ મામલે કીમ પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. ત્યારે આ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી કુલ 8 જેટલા ગ્રાહકોની ઘરપકડ કરી હતી. આ કેસમાં કીમ પોલીસે મુખ્ય સુત્રાધાર સુરેશ સરદારમલ સોનીની ધરપકડ કરી છે. જોકે તે ઉપરાંત આ કેસમાં અન્ય ગ્રાહકો પર આરોપી તરીકે રહેલા છે. તેથી પોલીસ તમામ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે.