Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SURAT : એક સાથે 46 વિદ્યાર્થીઓ સ્ક્વોડના હાથે માસ કોપી કરતા ઝડપાયા, સજા સહિત દંડ ફટકારતા વિદ્યાર્થીઓને સબક અપાયો

11:12 AM Oct 27, 2023 | Harsh Bhatt
અહેવાલ – રાબીયા સાલેહ, સુરત 
સ્ક્વોડની સરપ્રાઈઝ ચેકીંગમાં બી.કોમ. સેમેસ્ટર પાંચના વિધાર્થીઓ માઈક્રો ઝેરોક્ષમાંથી જવાબ લખતા ઝડપાયા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બી. કોમ, બી.એસસી અને બી.એ. સહિતની ફેકલ્ટીની એટીકેટીની પરીક્ષાનો આરંભ થયો છે ત્યારે આ પરીક્ષાઓ દરમિયાન ગત બુધવારે ભરથાણા સ્થિત આવેલી ડીઆરબી કોલેજમાં ટી.વાય. બીકોમ.ના વિદ્યાર્થીઓ માસ કોપી કરતાં સ્ક્વોડના હાથે ઝડપાયા હતા. આશ્ચર્યની વાત છે કે એક જ ક્લાસમાંથી ૩૪ વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા છે. માઈક્રો ઝેરોક્ષમાંથી પ્રશ્નોના ઉત્તર લખતાં વિદ્યાર્થીઓ ઝડપાયા હતા.
ફરી એક વાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા પકડતા કોલેજમાં ચાલતા અભ્યાસક્રમ ઉપર પ્રશ્ન ઉઠ્યા છે, કારણ કે ત્રીજા સેમેસ્ટરના ચાર, એમ.કોમ.ના ત્રણ અને એમએસસીના ચાર મળી કુલ ૪૬ વિદ્યાર્થીઓની ચોરી રંગે હાથ પકડાઈ હતી. હાલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં એટીકેટીની પરીક્ષાઓ ચાલી રહી છે. આ પરીક્ષા દરમિયાન બુધવારે અને ગુરુવારે પણ બી. કોમ. એમ.કોમ., બી.સી.એ. ફેકલ્ટીની અલગ અલગ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જો કે બુધવારની જેમ એજ ગુરુવારે બી.કોમ.ના પાંચમા સેમેસ્ટરની ઇકોનોમિક્સનું પેપર થયું હતું.
યુનિવર્સિટી દ્વારા નક્કી કર્યા મુજબ પરીક્ષા શરૂ થયા બાદ યુનિવર્સિટીની એક સ્ક્વોડની ટીમ ભરથાણા સ્થિત ચાર્જમાં હતી . ડી. આર.બી. કોલેજમાં આ ટીમને ચાર્જ આપવામાં આવ્યો હતો, સ્ક્વોડની ટીમ પોતાના હિસાબે રંગે હાથ ચોરી પકડવા માટે ચેકીંગ હાથ ધરી હતી. જે દરમિયાન બી.કોમ. સેમેસ્ટર પાંચની પરીક્ષાના એક ક્લાસરૂમમાંથી એક સાથે ૩૪ વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા હતા. આ ૩૪ વિદ્યાર્થીઓ માઈક્રો ઝેરોક્ષમાંથી પ્રશ્નોના ઉત્તર લખતા પણ પકડાયા હતા. જે બાદ માસ કોપીનો કેસ નોંધવામાં આવ્યો હતો, સ્કવોડે કેસ નોંધીને યુનિવર્સિટીને રિપોર્ટ કરી હતી. તેમજ ક્લાસરૂમમાં લાગેલા સીસીટીવીની તપાસ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી તરફ ડીઆરબી કોલેજમાંથી એમ. કોમ.ના ત્રણ, બી.કોમ. સેમેસ્ટર ત્રણના પાંચ, એમ.એસસી.ના ચાર વિદ્યાર્થીઓ પણ માઈક્રો ઝેરોક્ષમાંથી કોપી કરતા પકડાયા હતા. આ સાથે જ ડીઆરબી કોલેજમાંથી એક જ દિવસમાં ૪૬ વિદ્યાથીઓ કોપી કરતા પકડતા તેમને દંડ કરાયો હતો. માસ કોપી કેસ ઝડપાતા યુનિવર્સિટીએ ડીઆરબી કોલેજના સત્તાધીશોને ઉંધે હાથ લીધા હતા. તમામ વિદ્યાર્થીઓને ચેક કરીને જ પરીક્ષાખંડમાં પ્રવેશ આપવો જેવો નિયમ બનનવવા આદેશ કરાયો છે. જો કે આ તમામ વચ્ચે ગુરુવારના પેપરમાં ઝીરો માર્ક આપતા બાદ ૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. સુરતના ડીઆરબી કોલેજમાં માસ કોપી કેસમાં પકડાયા બાદ વિદ્યાર્થીઓને સબક આપવામાં આવ્યો છે.
  ૪૬ વિદ્યાર્થીઓને પરીક્ષા વિભાગે ગુરુવારના પરીક્ષા પેપરમાં ઝીરો માર્ક આપી પાઠ ભણાવાય છે, આ ઉપરાંત ચોરી કરતા પકડાયેલા તમામ પાસે ૫૦૦ રૂપિયા દંડ વસૂલાયો છે . યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય નહીં બગડે તે માટે કડક વલણ આપવાને બદલે માત્ર દંડાત્મક કાર્યવાહી અને ઝીરો માર્કસ આપવામાં આવ્યા છે, સાથે જ કડક સૂચના આપવામાં આવી છે જો બીજી વાર ચોરી કરતા આ વિદ્યાર્થીઓ ઝડપાશે તો ૫૦૦ નહિ પણ ૨૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે સાથે જ આગામી ત્રણ મહિના સુધી પૂરક અથવા ઓન ડિમાન્ડ પરીક્ષાનો લાભ લઈ શકશે નહીં.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.