+

સુરત : ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, પરિવાર શોકમાં ગરકાવ

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતનું 64.22 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 76.45 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું…

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતનું 64.22 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 76.45 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરતથી જ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. પરિણામની ચિંતામાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોય તેવું સામે આવ્યું છે.

મહત્વનું છે કે, સુરતના ભેસ્તાન શિવ નગરમાં રહેતી 16 વર્ષીય નૂપુર નામની વિધ્યાર્થીનીએ આપઘાત કરતાં પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો છે. વિદ્યાર્થીનીને ધોરણ 10 માં નાપાસ થવાની ભીતિ હોવાના કરને તેણે આ પગલું ભર્યું છે તેવું જાણવા મળ્યું છે. ત્યારે આ બાબતે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, સુરતના વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. સુરત જિલ્લાનું ગુજરાતમાં સૌથી વધુ 76.45 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. સુરતમાં 1279 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. સુરત જિલ્લામાં 20 જેટલી શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે 25નું 30 ટકા અને માત્ર 3 શાળાનું 0 ટકા પરિણામ આવ્યું છે.

આ પણ વાંચો : અમરેલી : ભગવાન શિવના દર્શને પહોંચ્યા સિંહો, જુઓ વાયરલ VIdeo

Whatsapp share
facebook twitter