+

Surat : કપડા પર ચા પડી જતાં મિત્રે જ મિત્રનું ઢીમ ઢાળી દીધું, વાંચો સમગ્ર અહેવાલ

સુરતના (Surat) ખટોદરા (Khatodara) વિસ્તારમાં યુવકની હત્યા કરેલી લાશ મળી આવી હતી. આ મામલે તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચની (crime branch) ટીમને હવે મોટી સફળતા મળી છે. આ કેસમાં હત્યારા મિત્રની…

સુરતના (Surat) ખટોદરા (Khatodara) વિસ્તારમાં યુવકની હત્યા કરેલી લાશ મળી આવી હતી. આ મામલે તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચની (crime branch) ટીમને હવે મોટી સફળતા મળી છે. આ કેસમાં હત્યારા મિત્રની ધરપકડ કરાઈ છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, કપડા પર ચા પડવા જેવી નજીવી બાબતે બંને મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં આરોપી બિનોદ સાહું દ્વારા પોતાના જ મિત્ર શંકર પટેલની પથ્થર વડે હુમલો કરી હત્યા કરાઈ હતી. હત્યા કરી આરોપી ફરાર થયો હતો.

સુરતના (Surat) ખટોદરા (Khatodara) વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકાના (SMC) ખુલ્લા પ્લોટમાં 31 મી માર્ચના રોજ એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. ખટોદરા પોલીસે આ સમગ્ર બનાવવામાં આકસ્મિત મોતનો ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ આવ્યો ત્યારે પોલીસ ચોંકી ઉઠી હતી. કારણ કે, મૃતકના માથાનાં ભાગે બોથડ પદાર્થ મારી તેની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. મૃતકની હત્યા થઈ હોવાનું સામે આવતા ખટોદરા પોલીસે (Khatodara Police) અજાણ્યા શખ્સ વિરોધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મૃતક યુવક મજૂરી કામ કરતો હતો

તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ શંકર કંચનભાઈ પટેલ તરીકે થઈ હતી. શંકર મજૂરીકામ કરીને ફૂટપાથ પર જ રહેતો હતો. આ કેસમાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન, ક્રાઇમ બ્રાન્ચને (crime branch) બાતમી મળી હતી કે શંકરની હત્યા કરનાર આરોપી હાલ ખટોદરા વિસ્તારમાં જ છે. જે આધારે પોલીસે બિનોદ સાહું નામના યુવાની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી બિનોદ એ કબૂલાત કરી હતી કે બે દિવસ પહેલા શંકર પર તેનાથી ચા ઢોળાઈ ગઈ હતી અને એ વાતને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આ વાતની અદાવત રાખી બિનોદે શંકરને SMC ના ખુલ્લા પ્લોટમાં બોલાવ્યો હતો અને ત્યારબાદ તેના માથા પર બોથડ પદાર્થ મારી હત્યા નીપજાવી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. હાલ તો આ સમગ્ર બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો – VADODARA : ઇમર્જન્સી ટાણે 108 એમ્બ્યુલન્સ નહિ પહોંચ્યાનો આરોપ

આ પણ વાંચો – Surat Cyber Crime Cell News: પરિવારની મુશ્કેલીઓ દૂર કરવાના બહાને પાખંડી જ્યોતિષોએ લાખો પડાવ્યા

આ પણ વાંચો – Bharuch Usury Case: વ્યાજખોરોના ત્રાસથી પિતાના જીવન ટૂંકાવ્યું, પુત્રે પણ કર્યો પ્રયાસ….

Whatsapp share
facebook twitter