Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat: સુરત સાયબર ક્રાઈમ પોલીસે કુખ્યાત ગેંગનો કર્યો પર્દાફાશ

09:03 PM Dec 27, 2023 | Aviraj Bagda

અહેવાલ આનંદ પટણી

સુરતમાં ઉતરાણ પોલીસની હદમાં બનેલ રાયોટિંગ અને હત્યાના આરોપીઓ સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાના આરોપી ચિરાગ ભરવાડાની સુરત સાયબર ક્રાઈમ દ્વારા ઘરપકડ કરવામાં આવી છે. તેની સામે સાયબર ક્રાઈમ દ્વારા વધુ એક ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેની સાથે  ચિરાગ ભરવાડાના સાથિદારોની શોધખોળ શરું કરવામાં આવી રહી છે.

સુરત સાયબર પોલીસ દ્વારા સમગ્ર મામલાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવ્યો

સુરત સાયબર ક્રાઇમ સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલના જણાવ્યાનુસાર જૂન માસમાં મોટા વરાછા ખાતે ચિરાગ ભરવાડ ગેંગ દ્વારા ફરિયાદી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આ ગેંગ વિરુદ્ધ રાયોટિંગ, હત્યાનો પ્રયાસ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેનાં અંતર્ગત જેમાં કરુણેશ રાણપરીયા, ભરત ગોટી, જીતુ શેલડીયા, રાજુ નાકરાણી,પ્રદીપ લાખાણી,હિતેશ ભીખડીયા,ગૌતમ સવાણી,સાગર ડોંગા અને ચિરાગ ભરવાડને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા.

આરોપી ગેંગ વિરુદ્ધ 27 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા 

ત્યાર બાદ જે કેસની તપાસ સુરત સાયબર ક્રાઇમ શેલને સોંપવામાં આવી હતી. તે દરમિયાન જામીન ઉપર બહાર આવેલ આ ગેંગના મુખ્ય સૂત્રધાર ચિરાગ ભરવાડની સુરતના અઠવાલાઇન્સ સ્થિત કોર્ટ બહારથી સુરત સાઇબર ક્રાઇમ સેલ દ્વારા ફરી ધરપકડ કરવામાં આવી છે. ચિરાગ ભરવાડ વિરુદ્ધ શહેર પોલીસ ચોપડે અલગ અલગ ગંભીર પ્રકારમાં કુલ 27 ગુના અગાઉ નોંધાઇ ચુક્યા છે. આ ગેંગના અન્ય આરોપીઓ ની ધરપકડ કરવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: પાંચ દિવસની સતત મહેનત, મધ્યપ્રદેશથી ચોરને ઘરેણાં સાથે પકડ્યો