Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કેજરીવાલ દ્વારા અધિકારીઓની બદલી-પોસ્ટીંગના અધિકારની માંગનો મામલો, સુપ્રીમે ચૂકાદો અનામત રાખ્યો

07:44 AM May 11, 2023 | Vipul Pandya

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે દિલ્હીમાં અધિકારીઓની બદલી-પોસ્ટિંગના અધિકારની માંગ કરતી કેજરીવાલ સરકારની અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. સુનાવણીના અંતે કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મામલાને મોટી બેંચને મોકલવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજધાનીને અરાજકતામાં ન નાખી શકાય. તમને જણાવી દઈએ કે આ પહેલા ગઈ કાલે એટલે કે 17 જાન્યુઆરીએ સુનાવણી થઈ હતી અને આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દિલ્હી સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા.
સોલિસિટર જનરલે કહ્યું AAP થિયેટ્રિક્સનો આશરો લઈ રહી છે
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સર્વોચ્ચ અદાલતમાં દલીલ કરી હતી કે આમ આદમી પાર્ટી થિયેટ્રિક્સનો આશરો લઈ રહી છે અને એલજી વીકે સક્સેના સામે વિરોધ કરી રહી છે તે જાણતા હોવા છતાં કે આ મામલો સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સમક્ષ પેન્ડિંગ છે. સોલિસિટર જનરલે વધુમાં કહ્યું હતું કે વિરોધ અને નાટકો કોર્ટની કાર્યવાહીનો વિકલ્પ હોઈ શકે નહીં. રાષ્ટ્રીય રાજધાનીમાં આવા વિરોધ પ્રદર્શનો થતા વિશ્વ જુએ છે અને તે શરમજનક બાબત બની જાય છે.
 કેજરીવાલે રાજ્યપાલ પર નિશાન સાધ્યું હતું
લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના પર ચૂંટાયેલી સરકારના કામકાજમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવતા કેજરીવાલે સોમવારે કહ્યું હતું કે સક્સેના અમારા હેડમાસ્ટર નથી જે અમારું હોમવર્ક ચેક કરશે અને તેમણે ફક્ત અમારી દરખાસ્તોને હા કે ના કહેવાનું છે. કેજરીવાલે કહ્યું કે સક્સેનાએ વિદ્યાર્થીઓનું હોમવર્ક ચેક કરતા હેડમાસ્ટર જેવું વર્તન ન કરવું જોઈએ.
શિક્ષકોની તાલીમને લઇને લાગેલા આરોપો લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે નકાર્યા 
AAPએ દાવો કર્યો હતો કે સક્સેનાએ શાળાના શિક્ષકોને તાલીમ માટે ફિનલેન્ડ મોકલવાના રાજ્ય સરકારના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો, આ તરફ  લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે આ આરોપને નકારી કાઢ્યો હતો. બીજી તરફ, દિલ્હી વિધાનસભાના સત્રના પ્રથમ દિવસની કાર્યવાહી સત્રની શરૂઆતના થોડા સમય પછી આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી, કારણ કે AAP ધારાસભ્યો ઉપરાજ્યપાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા વારંવાર સ્પીકરના પોડિયમની નજીક આવી રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.