+

2016 અને 2020માં હિન્દુઓનું મળ્યું સમર્થન, PM મોદી સાથે ખુબ સારા સંબંધોઃ ટ્રંપ

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો તેઓ 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો તેઓ ભારત સાથે અમેરિકાના સંબંધોને નવા સ્તરે લઈ જશે. રિપબ્લિકન હિંદુ ગઠબંધન દ્વારા ફ્લોરિડામાં તેમના માર-એ-લાગો રિસોર્ટમાં આયોજિત દિવાળીના કાર્યક્રમમાં હાજરી આપતા લગભગ 200 ભારતીય-અમેરિકનોને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે તેમના હિંદુ સમુદાય,ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખૂબ àª
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો તેઓ 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો તેઓ ભારત સાથે અમેરિકાના સંબંધોને નવા સ્તરે લઈ જશે. રિપબ્લિકન હિંદુ ગઠબંધન દ્વારા ફ્લોરિડામાં તેમના માર-એ-લાગો રિસોર્ટમાં આયોજિત દિવાળીના કાર્યક્રમમાં હાજરી આપતા લગભગ 200 ભારતીય-અમેરિકનોને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે તેમના હિંદુ સમુદાય,ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખૂબ સારા સંબંધો છે.
જો રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે તો…
તેમણે કહ્યું કે જો તેઓ 2024માં યુએસના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે તો તેઓ RHCના સ્થાપક શલભ કુમારને ભારતમાં તેમના રાજદૂત તરીકે નોમિનેટ કરશે. RHCએ તાજેતરમાં જ દિવાળીના કાર્યક્રમમાં ટ્રમ્પના ભાષણનો વીડિયો જાહેર કર્યો હતો.આ કાર્યક્રમમાં બોલતા ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે હજુ સુધી જાહેરાત કરી નથી કે તેઓ ચૂંટણી લડશે કે નહીં,પરંતુ જો તેઓ 2024માં ચૂંટણી લડશે અને જીતશે તો તેમની ભારતીય-અમેરિકન સમુદાય પ્રત્યે ચોક્કસ પ્રતિબદ્ધતા હશે.
‘બે વખત હિંદુઓ તરફથી ઘણો ટેકો મળ્યો’
ટ્રમ્પે કહ્યું, “અમને 2016 અને 2020 બંનેમાં હિંદુઓ તરફથી ઘણું સમર્થન મળ્યું અને ભારત અને તેના લોકોનું સમર્થન પણ મળ્યું..મેં  વોશિંગ્ટન ડીસીમાં હિન્દુ હોલોકોસ્ટ મેમોરિયલ બનાવવાના વિચારને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.” તેમણે વચન આપ્યું હતું કે જો તેઓ 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો ભારત સાથે અમેરિકાના સંબંધોને આગળના સ્તરે લઈ જશે. બીજી તરફ RHCના સ્થાપક શલભ કુમારે કહ્યું કે ટ્રમ્પ હિંદુ સમુદાયના સાચા મિત્ર છે અને RHCને અમેરિકામાં હિન્દુ સમુદાયનું સશક્તિકરણ કરવામાં છેલ્લા કેટલાક વર્ષોમાં મળેલી સિદ્ધિઓ પર ગર્વ છે.
Whatsapp share
facebook twitter