Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અંધશ્રદ્ધાઃ નજર લાગી હોવાનું માની ઘરમાં મરચાનો ધૂમાડો કર્યો, ગુંગળાઇ જવાથી પરિવારની બાળકીનું મોત

08:01 PM Sep 24, 2023 | Vishal Dave

વાપીમાં અંધશ્રદ્ધાએ 9 વર્ષની એક માસુમ બાળકીનો ભોગ લીધો છે. વાપીના સુલપડ વિસ્તારમાં પરિવારના સભ્યો ઘરમાં બેભાન મળવાનો મામલો સામે આવ્યો હતો. ધુમાડો કરી સૂતેલો પરિવાર ગૂંગળામણથી બેહોશ થઇ ગયો હતો. જેમાં પરિવાર ના 5 સભ્યોમાંથી એક બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. બાકી ના 4 સભ્યો હોસ્પિટલ માં સારવાર માટે દાખલ છે..

 

વિગતવાર આ ઘટના જોઇએતો વાપીમાં ભડકમોરા-નાની સુલપડ વિસ્તારમાં એક ચાલીમાં રહેતા પરિવારમાં પતિ-પત્ની ઘણા સમયથી બીમાર હતાં. જેઓને કોઈની નજર લાગી હોવાનો વહેમ રાખી રૂમમાં મરચા અને બીજા મસાલાને બાળી ધુમાડો કર્યો હતો. જે ધુમાડાની પરિવારના પાંચેય વ્યક્તિઓ પર ગંભીર અસર થઈ હતી.જેમાં એક 9 વર્ષની બાળકીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.

રૂમમાં હવા-ઉજાશ માટે પૂરતી સગવડ નહોતી. જેથી પરિવારના પાંચેય સભ્યોનો શ્વાસ રૂંધાયો હતો અને બેભાન થઈ ગયા હતા. જે દરમ્યાન રૂમ બહાર ધુમાડો જોયા બાદ આસપાસના લોકોએ તેમના સગાસબંધીઓને બોલાવી દરવાજો તોડી તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતા. બીમાર પતિ-પત્નીએ સાજા થવા મરચાં સહિતના મસાલાનો ધુમાડો કર્યો હતો. જે બાદ રૂમમાં રહેલ 5 વ્યક્તિઓને ધુમાડાને કારણે ગૂંગળામણની અસર થઈ હતી..

 

આ બનાવમાં એવું સામે આવ્યુ છે કે પરિવારના બે સભ્યો લાંબા સમયથી બીમાર રહેતા હતા.. જેથી તેમણે એવી અંધશ્રદ્ધાથી પ્રેરાઇને ઘરમાં મરચાનો ધુમાડો કર્યો હતો કે આમ કરવાતી બીમારી દુર થઇ જશે, પરંતું બન્યું એવું કે મરચાના ધુમાડાને કારણે પરિવારના તમામ સભ્યો બેભાન થઇ ગયા હતા.. જે પૈકિ એક બાળકીનું મોત નિપજ્યું