Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઈમાનદારીનો એક છાંટો પણ AAPમાં નથી, દેશના ફ્રોડ લોકો તેમાં ભેગા થયા છે : ગૃહ રાજ્યમંત્રીશ્રી

11:06 PM Apr 14, 2023 | Vipul Pandya

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) આડે બે સપ્તાહ જેટલો સમય જ બાકી રહ્યો છે. ગુજરાતની ગાદી મેળવવા માટે રાજકિય પાર્ટી મેદાને છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સાથે એક્સક્લૂઝિવ (EXCLUSIVE) ઈન્ટરવ્યૂ થયો. મજુરાના મિત્ર હર્ષભાઈ સંઘવી સાથે ખાસ વાતચીત ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવી. જેમાં હર્ષભાઈએ પોતાના મત વિસ્તાર અને બાળપણના સંસ્મરણોથી લઈ ગુજરાતમાં ભાજપની સરકાર બનવાને લઈને  અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.
સવાલ: હાલ તમને કેવો ચૂંટણી માહોલ લાગી રહ્યો છે?
જવાબ: ગુજરાતની ચારેય દિશામાં ગામડે-ગામડે ભાજપનું કમળ ખીલવવા માટે ગુજરાતની જનતા અને ભાજપના કાર્યકર્તા તૈયાર થઈ ચુક્યા છે. ચૂંટણીમાં એક અલગ માહોલ જોવા મળશે. ગુજરાતને તોડવાનો પ્રયાસ કરનાર ટૂકડીનો હિસાબ જનતા કરશે. ભાજપ અને ગુજરાતની જનતા  એક થઈને ચૂંટણી લડતી હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યાં છે.
સવાલ: માહૌલ ઉભો કરવા ડ્રગ્ઝ પકડાઈ રહ્યું છે કે ખરા અર્થમાં પ્રતિબંધ લાગશે?
જવાબ: ગુજરાત પોલીસના ડ્રગ્સ પકડવા પર રાજનીતિ થઇ છે. આ પ્રકારની રાજનીતિ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. ડ્રગ્ઝના નામે રાજકારણ કરતા શરમ આવવી જોઈએ. ડ્રગ્સ માત્ર ગુજરાત જ નહીં અનેક જગ્યા પરથી પકડ્યું. કોલકાતા પોર્ટ, ઉત્તરાખંડ, દિલ્હીથી ડ્રગ્સ પકડ્યું. પંજાબની જેલમાં ડ્રગ્સનું નેટવર્ક ચાલતું હતું. ગુજરાત પોલીસે પંજાબ પોલીસને અનેકવાર જાણ કરી. PMશ્રી, અમિતભાઈ શાહે હંમેશા ડ્રગ્સ મુદ્દે ભાર આપ્યો. ગુજરાત પોલીસે ગોળીઓનો સામનો કરીને ડ્રગ્ઝ પકડ્યું છે. કોઈ પોલીસ સ્ટેશનમાં આવીને જમા નથી કરી ગયું. કેન્દ્ર સરકારે ‘N’CODE નામની સિસ્ટમ બનાવી. N’CODEની સિસ્ટમ જિલ્લા કમિટીથી લઈ કેબિનેટ સેક્રેટરી સુધીની છે. દુર્ભાગ્યપૂર્ણ વાત કે વિપક્ષના વિચાર ખુબ નીચા છે. ડ્રગ્સ મામલે ઉપલબ્ધિ હર્ષ સંઘવીની નહી, ગુજરાત પોલીસની છે. આ લોકો ગુજરાત પોલીસ અને ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરે છે.
સવાલ: મોરબી ઘટના વિપક્ષના પ્રહારો અને ભવિષ્યમાં આવી ઘટના ના બને તે વિશે શું કહેશો.
જવાબ: આ વિષયમાં અમે ગંભીરતાથી કામ કરીએ છીએ. આ સંવેદનશીલ વિષય છે રાજકિય વિષય બનાવવું પાપ છે. મોરબી દુર્ઘટનામાં જોડાયેલા તમામ લોકો પર FIR કરવામાં આવી છે. આ દુર્ઘટનાના કોઈ ગુનેગારને છોડવામાં આવશે નહીં. સંવેદનશીલ વિષય છે, રાજકિય વિષય બનાવવું પાપ છે. મોરબીના લોકોને બે હાથ જોડીને નમન કે તેઓ તંત્ર સાથે ખડે પગે બચાવ કામગીરીમાં જોડાયા. દુર્ઘટનાની 18 મિનિટે પહેલો દર્દી હોસ્પિટલમાં હતો.
સવાલ: ચૂંટણી ટાણે જ કેમ દ્વારકામાં બુલડોઝર ચલાવ્યું?
જવાબ: બેટ દ્વારકા ભગવાન કૃષ્ણનીનગરી છે. દ્વારકા એ આપણી આસ્થાનું કેન્દ્ર છે. દ્વારકામાં કોઈ પણ ખોટા કાર્ય નહી ચલાવવામાં આવે. આવી બાબતમાં વિપક્ષે સહયોગ કરવો જોઈએ. રાજ્યના લોકો ભાજપને સુરક્ષા માટે લાવ્યા છે. આનું મૂહર્ત ના હોય. આ વિષય ચૂંટણીલક્ષી નથી આપણી જવાબદારી છે.
સવાલ: રાજ્યના ગૃહમંત્રી તરીકે ગેરંટી આપો છો કે આ રાજ્યમાં લવજેહાદ અને લેન્ડ જેહાદ ના ચાલે
જવાબ: રાજ્યના લોકો ભાજપની સરકાર સુરક્ષા માટે લાવ્યા છે. પ્રેમના નામે ષડયંત્ર કરનાર લોકોને રોકવાની જવાબદારી અમારી છે. પ્રેમ કરવો એ સૌનો હક છે તેને છિનવી ના શકો પણ ષડયંત્ર કરવું એવા લોકોને રોકવાની જવાબદારી અમારી છે. કોઈ મહેશ મુસ્તુફા બનીને પ્રેમ કરે, અને કોઈ મુસ્તુફા મહેશ બનીને મારા રાજ્યની દિકરીને ફસાવે તેના પર કડક પગલાં ભરવા જ પડે અને તે ભરવાની જવાબદારી અમારી છે. આજે પણ અને ભવિષ્યમાં પણ. પ્રેમના નામને બદનામ કરે તે ચલાવી લેવાય નહી.
સવાલ: યૂનિફોર્મ સિવિલ કોર્ડ ચૂંટણી જાહેર થાય તેને એક દિવસ પહેલા લાવ્યા
જવાબ:  મારા જન્મ પહેલાથી ભારતીય જનતા પાર્ટીનો નારો છે. રામમંદિર બનાવવું, 370 હટાવીશું, UCC લાગૂ કરીશું. UCCએ આપણો હક, દરેક માટે સમાન કાયદો હોવો જોઈએ. એક પછી એક વાયદાઓ પૂર્ણ કરી રહ્યાં છીએ. ધર્મના આધારે ક્યારેય કાયદો ન હોય. રામમંદિર કે 370 હટાવતી વખતે કોઈ ચૂંટણી નહોતી.
સવાલ: AAPના હવાલાકાંડનો અમે પર્દાફાશ કર્યો, વિદેશથી પૈસા આવી રહ્યાં છે, ગૃહમંત્રી તરીકે શું કહેશો?
જવાબ: ઈમાનદારીનો એક છાંટો પણ આ લોકોમાં નથી. દેશના ફ્રોડ લોકો તેમાં ભેગા થયા છે. ઈતિહાસ જોઈ લેજો. હવાલાકાંડના રૂપિયા આવે છે ક્યાંથી? ગરીબીની વાત કરે છે તો કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા? ગુજરાતમાં જે કરોડો રૂપિયા આવ્યા તે બ્લેક મની છે. આ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની છે.
સવાલ: લડાઈ કોની સાથે? AAP કે કોંગ્રેસ
જવાબ: છેલ્લી અનેક ચૂંટણી લોકોએ જોઈ છે. કોંગ્રેસ, થોડાં દિવસો પહેલા ત્રીજો પક્ષ લાવવાનો પ્રયત્ન થઈ ચુક્યા છે. ક્યારેય સફળતા નથી મળી. આ વર્ષે નવું નથી અમારા માટે નવું નથી. ગુજરાતના સ્વભાવમાં ત્રીજી પાર્ટીને સ્થાન નથી. આ વર્ષે પણ નહી રહે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી પાક્કી છે અને અમે ઐતિહાસિક વિજય મેળવીશું. ચૂંટણી ભાજપ નથી લડતું પણ ભાજપના લાખો કાર્યકર્તા અને ગુજરાતના કરોડો નાગરિકો આ ચૂંટણી લડે છે. હું સ્પષ્ટ વાત કહું છું 8મી ડિસેમ્બરે ગુજરાતની જનતાનો ભવ્ય વિજય થશે.
સવાલ: હર્ષ મજુરાના મિત્ર, આ વખતે તમે નારો આપ્યો છે
જવાબ: મારા મતવિસ્તારના વડીલોનો દિકરો, મારા મતવિસ્તારના યુવાનોનો મિત્ર છું. મારો અને મારી વિધાનસભાના નાગરિકોનો અલગ જ અતુટ પ્રેમનો નાતો છે. મારો અને મજુરાની જનતાનો સબંધ પ્રેમનો છે. મજુરાનો મિત્ર હતો, છું અને રહીશ. કોંગ્રેસના લોકો બાળક કહેતાં, ડિપોઝિટ જશે એવું કહેતાં. 2012માં વિપક્ષને સણસણતો જવાબ મળ્યો હતો. મુજરાની અનેક ગલીઓ છે જ્યાં મારી અનેક યાદો જોડાયેલી છે.
સવાલ: ઉમેદવારી નોંધાવતી વખતે કોંગ્રેસના ઉમેદવારને ભેટી પડ્યા હતા
જવાબ: બળવંતભાઈ મારા મિત્ર અને વિસ્તારના નાગરિક છે. 8મી ડિસેમ્બર પછી પણ બળવંતભાઈ મારા વિસ્તારના નાગરિક છે.
સવાલ: તમારો ઓપિનિયન પોલ શું કહે છે?
જવાબ: સીટ બાબતે આંકલન કરી શકાય નહી પણ સ્પષ્ટપણે રાજ્યના નાગરિકો નવો ઈતિહાસ લખવા જઈ રહ્યાં છે. મજુરાની ગલીઓમાં ભાજપ માટેનો પ્રેમના દ્રશ્યો જોવા મળશે. સરસાઈ વિશે હું નથી જોતો.
સવાલ: તમને લાગે છે ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ વિકસી છે?
જવાબ: મોદીજીએ ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર ઉભુ કર્યું. ગુજરાતના યુવાનોને સ્પોર્ટ્સરૂપી નવું પ્લેટફોર્મ મળ્યું. જેના લીધે ગુજરાતના ખેલાડીઓ અનેક મેડલ લાવ્યા. મોદી સાહેબના સમયથી જ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારાયું. તે દિશામાં કામગીરી આગળ વધારાઈ રહી છે. નેશનલ ગેમ્સ થઈ. આવનારા દિવસોમાં ગુજરાતમાંથી સારા ખેલાડી કેમ મળી શકે તે પ્રકારની કામગીરી આગળ વધારવા માટે અમે તત્પર છીએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.