Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુખરામ રાઠવાના વિવાદિત નિવેદને કોંગ્રેસની આંતરિક જૂથબંધી ખુલ્લી પાડી, જુઓ કેવો બફાટ કર્યો

11:05 PM Apr 14, 2023 | Vipul Pandya
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે. તમામ પક્ષો ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે ત્યારે કોંગ્રેસમાંનેતાઓની ઉલ્ટી ગંગા વહેતી હોય તેમ એક બાદ એક દિગ્ગજ નેતાઓ ભાજપના વહેતા પ્રવાહમાં  જોડાઇ રહ્યાં છે. અત્યાર સુધી તમે કોંગ્રેસમાંથી છૂટા પડેલા નેતાઓને કોંગ્રેસની ઘોર ખોદતાં સાંભળ્યા અને જોયા પણ હશે, પરંતુ હદ તો ત્યારે થાય કે જ્યારે કોંગ્રેસના જ એક સિનિયર નેતા હસતા મોઢે પક્ષની અંદર ચાલી રહેલો પક્ષપાત સંચાર માધ્યમો સમક્ષ વર્ણવે.
આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત વિધાન સભાના વિરોધ પક્ષના સિનિયર નેતા સુખરામ રાઠવાની આજે વડોદરા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સુખરામ રાઠવા હસતા મોઢે કાઈક એવું બોલી ગયા કે બાજુમાં બેઠેલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા પણ સ્તબ્ધ થઈ જોતા રહી ગયા.
આજે કોંગ્રેસ દ્વારા તંદુરસ્ત નાગરિક તંદુરસ્ત રાજ્ય સંકલ્પ પત્રની જાહેરાત અંતર્ગત વડોદરા શહેરના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. એક તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિતના આગેવાનો તેમજ મુખ્યમંત્રી સહિત ગૃહ મંત્રી પોતે ચૂંટણી પ્રચારને લઈને એક એક મિનિટ કામ કરી રહ્યા છે. પ્રજાના પ્રશ્નોને વાચાં આપવા લોકો વચ્ચે જઈ રહ્યા છે તેમના કરતા તદ્દન વિરોધી એવા કોંગ્રેસ દ્વારા આયોજિત આ પત્રકાર પરિષદનો સમય 11 વાગ્યાનો હતો ત્યારે છેક 11: 30 કલાકે લેટ લતીફની જેમ સૌ પ્રથમ અમિત ભાઇ ચાવડા પધાર્યા અને બાદમાં સુખરામ રાઠવા પધાર્યા હતાં, અને ત્યાર બાદ વિરોધ પક્ષ નેતા સુખરામ રાઠવાએ પોતાના બે હાથ જોડી પત્રકારોને વિનંતી કરી કે લોકો સુધી કોંગ્રેસને પહોંચાડવા માટે મીડિયા એક માત્ર સેતુ છે મીડિયાના મિત્રો કોંગ્રેસને સહકાર આપે તેવી આજીજી પણ કરી હતી. અને ત્યાર બાદ જાણે શું થયું કે સુખરામ રાઠવા હસતા હસતા નહીંં બોલવાનું બોલી ગયા.
કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ચરમ સીમાએ છે, ત્યારે વિપક્ષ નેતા સુખરામ રાઠવા એ હાસ્ય સાથે બળાપો ઠાલવ્યો હતો. વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવા કટાક્ષ કરતા બોલ્યા હતા કે હવે પછીનું સંબોધન અમિત ભાઈ ચાવડા કરશે કારણ કે અમિત ભાઈ ચાવડાની છેક દિલ્હી સુધી પહોંચ છે, અમિત ભાઈ ચાવડા કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. વધુમાં સુખરામ રાઠવાએ કહ્યું હતું કે અમારી પણ દિલ્હી સુધી પહોંચ છે પણ ટૂંકી પડે છે ત્યારે સુખરામ રાઠવાના આ નિવેદનથી ત્યાં હાજર કોંગી આગેવાનો આછા સ્મિત સાથે સ્તબ્ધ થઈ ગયા હતા.
સુખરામ રાઠવાએ આ વિવાદિત નિવેદન આપી કોંગ્રેસની આંતરિક જૂથબંધી ખુલ્લી પાડી દીધી છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તો ખૂબ દૂરની વાત છે કોંગ્રેસ ગુજરાતમાં પગ પેસારો કરી રહેલી આમ આદમી પાર્ટીને ટક્કર આપી શકશે કે કેમ તે મોટો સવાલ છે.