Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Sukhdev Gogamedi Murder: છાત્ર રોહિત ગોદારાએ રાજસ્થાન પોલીસથી કરી માગ, કહ્યું- ‘હું એક છાત્ર છું, આ ઘટનાથી મારો કોઈ સંબંધ નથી…!’

04:57 PM Dec 06, 2023 | Vipul Sen

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં ગેંગસ્ટર રોહિત ગોદારાનું નામ સામે આવતા લોકો તેની વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો રોહિતનો ફોટો શેર કરી તેની જલદી ધરપકડ કરીને સખત સજા કરવા માગ કરી રહ્યા છે. ત્યારે હવે રોહિત ગોદારાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતે એક છાત્ર હોવાનું અને આ ઘટનાથી તેનો કોઈ સંબંધ ન હોવાનું તેને જણાવ્યું છે.

‘હું રોહિત ગોદારા એક છાત્ર છું જે અભ્યાસ કરે છે’

ખરેખર, આ વાયરલ વીડિયોમાં જે યુવક દેખાઈ રહ્યો છે તેનું નામ પણ રોહિત ગોદારા છે. તે એક છાત્ર છે. સુખદેવ સિંહ હત્યા કેસમાં રોહિત ગોદારાનું નામ સામે આવતા લોકો સોશિયલ મીડિયા પર આ છાત્રની તસવીરો પોસ્ટ કરી તેને બદનામ કરી રહ્યા છે. ત્યારે હવે છાત્ર રોહિત ગોદારાએ રાજસ્થાન પોલીસને ટ્વીટ કરી સુરક્ષા આપવાની માગ કરી છે. રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પોસ્ટ કરી કહ્યું કે, ‘હું રોહિત ગોદારા એક છાત્ર છું જે અભ્યાસ કરે છે. ગઈકાલે રાજસ્થાનના જયપુરમાં જે ઘટના બની તેનાથી મારો કોઈ સંબંધ નથી. મને બદનામ કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો મારી ફોટોનો ઉપયોગ કરીને મને સોશિયલ મીડિયા પર હેરાન કરી રહ્યા છે.’

રાજસ્થાન પોલીસને મદદ કરવા કરી વિનંતી

રોહિત ગોદારાએ રાજસ્થાન પોલીસથી માગ કરી છે અને આ મામલે તપાસ કરવા અને તેની મદદ કરવા વિનંતી કરી છે. જણાવી દઈએ કે, મંગળવારે જયપુરમાં બે અજાણ્યા હુમલાખોરો શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીના ઘરે આવ્યા હતા અને તેમની સાથે મુલાકાત કરી વાતચીત કરી હતી. જો કે, આ દરમિયાન અચાનક બંને આરોપીઓએ સુખદેવ સિંહ પર તાબડતોડ ફાયરિંગ કરી તેમની હત્યા કરી ફરાર થયા હતા. આ ઘટના બાદ સમગ્ર રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના થોડા સમય પછી ગેંગસ્ટર રોહિત ગોદારાએ ફેસબુક પોસ્ટ કરી આ હત્યાની જવાબદારી લીધી હતી. સુખદેવ સિંહની હત્યાના વિરોધમાં આજે વિવિધ રાજપૂત સંગઠનોએ સમગ્ર રાજસ્થાન બંધનું એલાન કર્યું હતું.

 

આ પણ વાંચો- SUKHDEV GOGAMEDI MURDER: રાજપૂત સમાજમાં ભારે આક્રોશ, જયપુરમાં વિરોધ પ્રદર્શન, ઉદયપુરમાં ટાયર સળગ્યા, અજમેરમાં દુકાનો બંધ